ગુજરાતમાં વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું?

ખબરી ગુજરાત ગુજરાત

Weather Update : ગુજરાતમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલ મહિનો બેસતાની સાથે જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જો કે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.

આ પણ વાંચો – કોણ છે દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ શિવ નાદર?

PIC – Social Media

Weather Update : ગુજરાતમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલ મહિનો બેસતાની સાથે જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જો કે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના અરવલ્લી અને કચ્છ જિલ્લામા વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આમ, એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ વરસાદનું આગમન થયું છે. જોકે, આ વરસાદથી ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે. લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બીજી બાજુ હવામાન વિભાગની આગાહી છે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદાખમાં આગામી ત્રણ દિવસ સુધી તથા ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આ રાજ્યોમાં હિમવર્ષા પણ થશે. અન્ય રાજ્યોની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી વરસાદ, આંધી તોફાન તથા વીજળીના કડાકા ભડાકા સાથ વરસાદ વરસી શકે છે.