કોણ છે દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ શિવ નાદર?

ખબરી ગુજરાત બિઝનેસ

Who Is Shiv Nadar? : Forbesએ સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બાદ શિવ નાદર ત્રીજા નંબરે આવે છે. પરંતુ શું તમે જાણો છો શિવ નાદર કોણ છે? જો નહિ તો આવો અમે આપને જણાવીએ…

આ પણ વાંચો – ચંદ્રની સપાટી પર દોડશે કાર, NASAએ ત્રણ કંપનીઓને કામે લગાડી

PIC – Social Media

Who Is Shiv Nadar? : Forbesએ સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બાદ શિવ નાદર ત્રીજા નંબરે આવે છે. શું તમે જાણો છો કે શિવ નાદર કોણ છે? નહિ, તો આવો તેના વિશે જાણીએ. શિવ નાદર, દુનિયાની સૌથી મોટી આઇટી કંપનીમાં જેની ગણતરી થાય છે એવી એચસીએલ (HCL)ના ફાઉન્ડર છે. શિવ નાદર સ્કુલ, શિવ નાદર યુનિવર્સિટીના નામ તો ઘણાં લોકોએ સાંભળ્યા હશે. આ તમામ સંસ્થાઓની સફળતા પાછળ શિવ નાદરનો હાથ છે.

Hindustan Corporations Limited (HCL) Technologiesના ફાઉન્ડર અને ચેરપર્સન, દેશના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન શિવ નાદરે તેની શરૂઆત કરી હતી. આજે આપણે વાત કરીશું ભારતના સૌથી મોટા સમજસેવકોમાંથી એક અને શિવ નાદર સ્કુલ અને યુનિવર્સિટીના સંસ્થાપક શિવ નાદર વિશે.

EdelGive Hurun India Philanthropy List 2023 અનુસાર શિવ નાદરે 2022-23માં સમાજસેવા અને શિક્ષા માટે 2042 કરોડ રૂપિયાનુ દાન કર્યું છે. જ્યારે શિવ નાદર ફાઉન્ડેશનાં તેઓ અત્યાર સુધીમાં કુલ 1.1 બિલિયન ડોલરનું દાન કરી ચુક્યા છે. વર્ષ 1994માં શિવ નાદરે Shiv Nadar Foundationની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશન ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. આ ફાઉન્ડેશન ઘણી વિદ્યાજ્ઞાન સ્કુલ પણ ચલાવે છે. જેમાં ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.

Forbes અનુસાર, શિવ નાદર હાલ મુકેશ અંબાણી અને ગૌતમ અંબાણી બાદ દેશના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. 79 વર્ષના બિઝનેસ ટાઇકુન નાદરે ગ્લોબલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં ભારતને ટોચ પર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. વર્ષ 1976માં એચસીએલની શરૂઆત એક ગેરેજમાંથી થઈ હતી. હાલ આ કંપનીની રેવેન્યુ 12.6 બિલિયન ડોલર (આશરે 1.07 લાખ કરોડ રૂપિયા) છે. ફોર્બ્સ અનુસાર, આ કંપની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર્સમાંથી એક છે.

વર્ષ 2020માં શિવ નાદરે એચસીએલ ટેક્નોલોજીના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધુ. હવે કંપનીમાં આ જવાબદારી તેની દીકરી રોશની નાદર મલ્હોત્રા સંભાળે છે. જ્યારે નાદર ખુદ અધ્યક્ષ અને સલાહકાર છે. એચસીએલ ટેક્નોલોજીની વાત કરીએ તો આખી દુનિયાના 60 દેશોમાં કંપનીના કુલ 2 લાખ 25 હજાર કર્મચારીઓ છે. ભારતની આઈટી ઇન્ડસ્ટ્રીમાં અભૂતપૂર્વ યોગદાન માટે ભારત સરકારે તેને વર્ષ 2008માં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

શિવ નાદરનું જીવન અને પરિવાર

શિવ નાદરનો જન્મ 14 જુલાઇ 1945ના રોજ તમિનાડુના એક નાનકડા ગામ મુલાઇપોઝીમાં શિવસુબ્રમણ્ય નાદર અને વામાસુંદરી દેવીને ત્યાં થયો હતો. તેના પિતા શિવસુબ્રમણ્ય ચેન્નાઈમાં એક નાનાકડા ટેક્સટાઇલ ટ્રેડિંગનો બિઝનેસ કરતા હતા. નાદરે મદુરાઈમાં એંગ્લો કોર્પોરેશન હાયર સેકન્ડરી સ્કુલમાં અભ્યાસની શરૂઆત કરી ત્યાર બાદ ટાઉન હાઇસ્કુલ અને પછી ત્રિચીમાં સેન્ટ જોસેફ બોયઝ હાયર સેકન્ડરી સ્કુલમાં ગયા. ત્યાર બાદ તેઓએ કોયમ્બતુરમાં પીએસજી કોલેજ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનીયરિંગની ડિગ્રી મેળવી.

દિકરી રોશની સિવાય નાદરના પરિવારમાં તેની પત્ની કિરન નાદર છે. કિરન એક પ્રસિદ્ધ ભારતીય આર્ટ કલેક્ટર અને સમાજસેવિકા છે. દિલ્હીમાં તે કિરન નાદર મ્યુઝિયમ ઓફ આર્ટ ચલાવે છે.

CNBCTV18ના અહેવાલ અનુસાર, એન્જિનિયરીંગ પૂરુ કર્યા બાદ શિવ નાદરે 1967માં પૂણેમાં વાલચંદ ગ્રુપનુ કોપર એન્જિનિયરીંગ જોઈન કર્યું. ત્યાર બાદ દિલ્હી ક્લોથ મિલના ડિજિટલ પ્રોડક્ટ્સ ડિવીઝનમાં કામ કરવા લાગ્યા. વર્ષ 1975માં તેઓએ 8 અન્ય પાર્ટનર્સ સાથે એક ટીમ બનાવી. આ ટીમમાં તેના મિત્રો અને સહકર્મીઓ હતા. ત્યાર બાદ શરૂઆત થઈ MicroComp Limitedની. આ કંપની ટેલી-ડિઝિટલ કેલ્ક્યુલેટર વેંચતી હતી. નાદર આ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર હતા.

કઈ રીતે થઈ HCLની શરૂઆત?

1976માં નાદરે 1,87,000 રૂપિયાના નાનકડા રોકાણ સાથે એચસીએલની શરૂઆત કરી. ત્યાર બાદ ભારત સરકારે આ કંપનીને 20 લાખ રૂપિયાની મદદ કરી. આ કંપનીમાં રાજ્ય સરકારની 26 ટકા ભાગીદારી હતી. અને તેના કારણે જ એચસીએલ પહેલી પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) બની શકી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

1978માં એચસીએલએ દેશનું પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર HCL 8C બનાવ્યુ. સૌથી ખાસ વાત તો એ છે કે આઇબીએમ અને Apple પહેલા એચસીએલ એ આ સિદ્ધિ મેળવી હતી. બ્લુમબર્ગ અનુસાર, ત્યાર બાદ નાદરે એચસીએલની સર્વિસનો વિસ્તાર સિંગાપુરમાં કર્યો. અને તેનુ પરિણામ એ આવ્યું કે એચસીએલનું ટર્નઓવર 3 કરોડે પહોંચી ગયુ અને પહેલા જ વર્ષમાં કંપનીએ 10 લાખ રૂપિયાનું વેંચાણ કર્યુ.

શિવ નાદરની નેટવર્થ?

ફોર્બ્સ અનુસાર, એપ્રિલ 2024માં શિવ નાદરની નેટ વર્થ 29.3 બિલિયન ડોલર (2.4 લાખ કરોડ રૂપિયા) છે. આ સંપતિ સાથે તે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બાદ ત્રીજા સૌથી અમીર ભારતીય છે. હાલ બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની સહિત દુનિયાના 44 દેશમાં એચસીએલની ઓફિસ છે. તેની ગણતરી દુનિયાના ટોપ-50 અમીર લોકોમાં થાય છે અને દુનિયાના તે 39માં સૌથી અમીર વ્યક્તિ છે.