ભારતમાં સિમ કાર્ડ વગર કોલિંગ અને ઇન્ટરનેટ? મસ્કનો માસ્ટર પ્લાન

ખબરી ગુજરાત બિઝનેસ

Satellite Internet : એલન મસ્કની કંપની સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક પર કામ કરી રહી છે અને તાજેતરમાં તે ભારત આવશે. એવામાં ટેસ્લા બાદ તેની નજર સેટેલાઇટ નેટવર્ક પણ રહેશે. કેમ કે…

આ પણ વાંચો – આજથી ગુજરાત પર માવઠાનું સંકટ, જાણો ક્યાં પડશે વરસાદ

PIC – Social Media

Satellite Internet : એલન મસ્કના ભારત પ્રવાસને લઈ મોટી જાણકારી સામે આવી છે. સ્ટારલિંક ટૂંક જ સમયમાં ભારતમાં એન્ટ્રી કરે તો નવાઈ નહિ. એક અહેવાલનું માનીએ તો તેમાં જણાવાયું છે કે એલન મસ્ક ભારત આવનાર છે અને ખૂબ જ જલ્દી ભારત સરકાર સાથે પોતાના પ્રોજેક્ટ પર ચર્ચા કરી શકે છે. ટેસ્લા સિવાય તેનો સૌથી મોટો પ્રોજેક્ટ સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક સિવાય બીજો ક્યો હોય?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અહેવાલનું માનીએ તો સ્ટારલિંક લાઇસેન્સ હજુ એડવાન્સ સ્ટેજમાં છે. સ્ટારલિંક પાસે 92 કરોડ બ્રોડબેન્ડ સબ્સક્રાઇબર્સ પણ છે. હજુ ટેલીકોમ માર્કેટમાં વોડાફોન-આઈડિયા, જિયો અને એરટેલનું રાજ છે. પરંતુ એલન મસ્ક પણ આ ક્ષેત્રે ખૂબ જ જલ્દી એન્ટ્રી કરી શકે છે. સેટેલાઇટ બેસ્ટ સ્પેક્ટ્રમને લઈને પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. મસ્ક સિવાય પણ ઘણી કંપનીઓની નજર તેના પર છે.

સેટેલાઇટ નેટવર્કમાં સિમ કાર્ડની જરૂર નથી

સિમ કાર્ડને લઈ ઘણા સમાચાર સામે આવી ચૂક્યા છે. સેટેલાઇટ ટીવીને લઈ સામે આવેલી જાણકારીથી માલુમ પડે છે કે તેના માટે સિમની જરૂર પડતી નથી. કેમ કે સેટેલાઇટ બેસ્ટ નેટવર્ક પર કામ કરે છે. સાથે જ તેની મદદથી તમે કોઈપણ જગ્યાએથી સરળતાથી કોલિંગ કરી શકો છો અને નેટવર્ક પ્રોબ્લમથી પણ છુટકારો મેળવી શકો છો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સેટેલાઇટ નેટવર્ક પર એલન મસ્કની કંપની સ્ટારલિંક લાંબા સમયથી કામ કરી રહી છે. એવામાં જો એલન મસ્ક ભારત આવી રહ્યાં છે તો તેની નજર ટેસ્લા સિવાય સેટેલાઇટ નેટવર્ક પણ રહેશે. અમેરિકામાં હાલ સ્ટારલિંક સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યું છે. ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી થાય તો ટેલિકોમ ઓપરેટરમાં મોટી ટક્કર થઈ શકે છે. લાંબા સમયથી લોકો તેની રાહ પણ જોઈ રહ્યાં છે. જો કે તેને લઈ હજુ સુધી કંપની તરફથી કોઈ રોડમેસ સ્પષ્ટ કરાયો નથી.