Cricket World Cup 2023: ઓસ્ટ્રેલિયાને પડ્યો વધુ એક ફટકો

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat :

Cricket World Cup 2023 વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યાં છે. વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે બહાર થતા ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો હતો. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાનો વધુ એક ખેલાડી સ્વદેશ પરત ફરતા ટીમને મોટું નુકશાન થયું છે.

આ પણ વાંચો : શ્રેયસ અય્યરને બદલે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં શા માટે ભાગ લેવો જોઈએ?

PIC – Social Media

Cricket World Cup 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રિલેયાના વધુ એક ખેલાડીને અંગત કારણોસર સ્વદેશ પરત ફરવું પડ્યું છે. જી હા ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર ખેલાડી મિચ માર્શ અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. માર્શ વર્લ્ડ કપ 2023માંથી અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ જાણકારી આપતાં લખ્યું છે, કે “ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચ માર્શ અંગત કારણોસર ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ઘરે પરત ફર્યો છે. ટીમમાં તેની વાપસીની સમયરેખા કન્ફર્મ થવાની છે.” ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે માર્શ બુધવારે રાતે ઘરે પરત ફરી ચૂક્યાં છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આપને જણાવી દઈએ, કે આ પહેલા ગ્લેન મેક્સવેલને ગોલ્ફ ડે દરમિયાન ઈજા થવાથી મેચની બહાર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઝટકા સમાન બીજા સમાચાર સામે આવતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. મિચ માર્શે આ વર્લ્ડકપમાં અત્યાસ સુધીમાં 37થી વધુ સરેરાશથી 225 રન બનાવ્યાં છે અને બે વિકેટ પોતાના નામે કરી છે. બેંગ્લોરમાં પાકિસ્તાન વિરુદ્ધ તેઓએ શાનદાર 121 રન બનાવ્યાં હતા. વિસ્ફોટક બેટ્સમેન મેસ્કવેલ બાદ માર્શની અનુપસ્થિતિથી ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચો : જાણો શું છે? વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવતી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી

ક્રિકેટ વર્લ્ડકપમાં અત્યારે સુધી ઓસ્ટ્રેલિયન ટીમે સારું પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે જેમાંથી 4 મેચમાં જીત મેળવી છે. આગામી મેચ વિશે વાત કરીએ તો તે પોતાની અંતિમ બે મેચ 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને 11 નવેમ્બરે બાગ્લાંદેશ સામે રમનાર છે.