Anushka Sharma Biography : અનુષ્કા શર્મા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. Anushka Sharma એક્ટ્રેસની સાથે સાથે એક સારી ફિલ્મ નિર્માતા પણ છે. એટલું જ નહિ તે બોલીવુડમાં સૌથી વધુ ફી મેળવનાર અભિનેત્રીઓમાંથી એક છે. તેને ફિલ્મ જબ તક હે જાન માટે ફિલ્મ ફેઅર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેણે વર્ષ 2013માં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરી હતું.
આ પણ જુઓ : વિપશ્યના ધ્યાન એટલે શું? જાણો લાભ
અનુષ્કા શર્મા (Anushka Sharma)નો જન્મ 1 મે, 1988માં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. પરંતું તેનો ઉછેર બેગ્લોંરમાં થયો. તેના પિતા કર્નલ અજય કુમાર શર્મા (Ajay kumar Sharma) આર્મી અધિકારી હતા. તેની માતા આમિશા શર્મા (Amisha Sharma) ઉત્તરાખંડના ગઢવાલની છે. અનુષ્કાનો મોટો ભાઈ કાર્નેશ શર્મા (Karnesh Sharma) જેણે શરૂઆતમાં મર્ચેન્ટ નેવીમાં સેવા આપી હતી. હાલ તે એક ફિલ્મ નિર્માતા છે. આમ અનુષ્કા શર્મા આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે.
અનુષ્કા શર્માએ આર્મી સ્કુલમાં લીધુ શિક્ષણ
Anushka Sharmaએ પોતાનુ પ્રાથમિક શિક્ષણ આર્મી સ્કુલમાં લીધુ છે. તેણે સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી બેંગલોરની માઉન્ટ કાર્મેલમાંથી મેળવી છે. ગ્રેજ્યુએશન બાદ અનુષ્કા શર્મા પોતાનું મોડેલિંગનું સપનુ સાકાર કરવા માટે મુંબઈ પહોંચી ગઈ. તે પોતાની કારકિર્દી મોડેલિંગ કે પત્રકારત્વમાં બનાવવા માંગતી હતી. 2007માં ફેશન ડિઝાઇનર વેંડેલ રોડ્રિક્સ માટે એક મોડલ તરીકે કામ કર્યું. મુંબઈમાં અનુષ્કાએ એલિટ મોડલ મેનેજમેન્ટમાં એડમિશન લીધુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ક્રિકેટ વિરાટ કોહલી સાથે કર્યા લગ્ન
અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) સાથે લગ્ન કર્યાં છે. વિરાટ સાથે મુલાકાત બાદ તેઓએ સાથે એક શેમ્પૂની જાહેરાતમાં કામ કર્યું. ત્યાર બાદ તેઓ બંને સારા મિત્ર બન્યા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યાં હતા. તેઓ ઇટલીમાં લગ્ન સંબંધથી જોડાયા હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને એક દીકરી પણ છે. જેનું નામ વામિકા રાખ્યું છે. હાલ અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેન્ટ હોવાની મીડિયામાં ચર્ચા છે. એટલે કે હવે અનુષ્કા અને વિરાટ બીજા બાળકની માતા પિતા બનશે.
અનુષ્કા શર્માનું મોડેલિંગ કરિયર
સ્ટાઇલ સલાહકાર પ્રસાદ બિદાપાએ અનુષ્કા શર્માને મોડલ બનાવવા મુખ્ય ભુમિકા નિભાવી છે. વર્ષ 2017માં ડિઝાઇનર વેંડેલ રોડ્રિક્સ લેસ વેમ્પ્સ શો માટે લેક્મે ફેશન વિકમાં તેણે રેમ્પવોક કર્યુ હતુ. અને સ્પ્રિંગ સમર 2007 કલેક્શનમાં તેની ફાઇનલ મોડલ તરીકે પસંદગી થઈ.
ત્યાર બાદ તેણે ઘણી બ્રાન્ડની જાહેરાતોમાં કામ કરવાની તક મળી. તેણે સિલ્ક એન્ડ શાઇન, વ્હિસ્પર, નાથલા આભૂષણ અને ફિએટ પાલિયો જેવી બ્રાન્ડ માટે કામ કર્યું. તે દરમિયાન મોડેલિંગ કરતા કરતા એક એક્ટિંગ સ્કુલમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને ફિલ્મમાં એક્ટિંગ માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું.
આ પણ જુઓ : વિપશ્યના ધ્યાન એટલે શું? જાણો લાભ
અનુષ્કા શર્માનું ફિલ્મી કરિયર
ઓડિશન દરમિયાન અનુષ્કા શર્માએ યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં પોતાના સ્ક્રિન ટેસ્ટ આપ્યાં હતા. ઓડિશન આપ્યા બાદ તેને 3 ફિલ્મો ઓફર થઈ. રબને બના દી જોડી ફિલ્મમાં અનુષ્કાએ શાનદાર અભિનય કરી બોલિવૂડમાં ફેમેસ એક્ટ્રેસમાંથી એક બની ગઈ. તેની મહત્વપૂર્ણ ફિલ્મોમાં બેન્ડ બાજા બારાત, જબ તક હૈ જાન, પીકે, એ દિન હૈ મુશ્કિલ, સુલ્તાન વગેરેનો સમાવેશ થાય છે.
અનુષ્કા શર્માની કુલ સંપતિ
અનુષ્કા શર્માની નેટવર્થ આશરે 35 મિલિયન ડોલર એટલે કે લગભગ 266 કરોડ રૂપિયા છે. ફિલ્મ સિવાય તેની કમાણીના અન્ય સ્ત્રોત પણ છે. જેમાં સોશિયલ મીડિયા અને જાહેરાત પણ સામેલ છે. એક અનુમાન મુજબ અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.