વિપશ્યના ધ્યાન એટલે શું? જાણો લાભ

વિપશ્યના મેડિટેશન એ ધ્યાન કરવાની એક પ્રાચીન વિધિ છે.

વિપશ્યનાનો અર્થ છે સાક્ષાતકાર કરવો.

ભગવાન બુદ્ધે વિપશ્યના ધ્યાન વિધિ દ્વારા બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતુ. તેઓએ વિપશ્યના ધ્યાનની સરળ વિધિને સામાન્ય લોકો સુધી પહોંચાડી હતી.

વિપશ્યના મેડિટેશન દ્વારા લોકો આત્મ નિરિક્ષણ અને આત્મ શુદ્ધિ કરી શકે છે.

વિપશ્યના મેડિટેશન, પ્રાણાયામ અને સાક્ષિભાવ સાથે સામ્યતા ધરાવે છે.

વિપશ્યનામાં તમારે શ્વાસના આવાગમનનો અનુભવ કરવાનો હોય છે.

વિપશ્યના ધ્યાનના પાંચ સિદ્ધાંત છે. જીવ હિંસાની મનાઇ, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન, અપશબ્દનો ન બોલવા, નશાથી દૂર રહેવું.

વિપશ્યના ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. તણાવથી મુક્તિ મળે છે. શરીર નિરોગી રહે છે. શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.