પોતાના પીએમ બનવાને લઈ બિલાવલ ભૂટ્ટોનો મોટો ખુલાસો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

Bilawal Bhutto : પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થયા બાદ સરકારની રચનાને લઈ જોતતોડ ચાલી રહી છે. તેની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોએ પીએમ બનવાને લઈ શું કહ્યું, ચાલો જાણીએ.

આ પણ વાંચો : PM મોદી કરશે કલ્કિ મંદિરનો શિલાન્યાસ, જાણો મંદિરની ખાસિયતો

Bilawal Bhutto : ચૂંટણી પરિણામો (Pakistan Election) બાદ પાકિસ્તાનમાં જોડતોડની રાજનીતિ ચાલી રહી છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં નવાઝ શરીફ (Nawaj Sharif) અને બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto)ની પાર્ટીઓએ ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે. PPP એટલે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના બિલાવલ ભુટ્ટોએ આ ગઠબંધનની જોડતોડનો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના પીએમ બનવા અંગે ઘણી વાતોનો ખુલાસો કર્યો હતો. જાણો બિલાવલે કયા સમીકરણો વિશે જણાવ્યું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રવિવારે સત્તા માટે ચાલી રહેલા ગઠબંધનના સમીકરણોને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી. બિલાવલે કહ્યું કે વડાપ્રધાન પદ તેમની પાર્ટી અને પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન વચ્ચે વહેંચવામાં આવશે.

શનિવારે પીપીપી અને પીએમએલ-એન વચ્ચે બેઠક થઈ હતી

શનિવારે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોના પક્ષો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જો કે હજુ સુધી કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી. સરકારની રચનાને લઈને બંને પક્ષો વચ્ચે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

જાણો બિલાવલે સરકાર માટે કયા સમીકરણો જણાવ્યા?

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં, જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 265 બેઠકોમાંથી 93 બેઠકો જીતી હતી. જ્યારે, PML-N 75 બેઠકો જીતવામાં સફળ રહી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) 54 બેઠકો જીતવામાં સફળ રહી. જણાવી દઈએ કે મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પણ તેની 17 સીટો સાથે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોને સમર્થન આપવા માટે રાજી થઈ ગઈ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બિલાવલે કહ્યું કે પીએમ પદ માટે શું ઓફર હતી

બિલાવલ ભુટ્ટોએ કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે તેમને ત્રણ વર્ષ માટે વડાપ્રધાન બનવા દો, ત્યારપછી આપણે બે વર્ષ માટે વડાપ્રધાન પદ સંભાળવું જોઈએ. મેં ના પાડી મેં કહ્યું કે હું આ રીતે વડાપ્રધાન બનવા માંગતો નથી. હું ત્યારે જ વડાપ્રધાન બનીશ જ્યારે પાકિસ્તાનના લોકો મને ચૂંટશે. બિલાવલે કહ્યું કે દેશને એવા પીએમની જરૂર છે જે લોકોની સમસ્યાઓની વાત કરે. તેમણે વધુમાં કહ્યું કે, ‘તમામ રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ પોતપોતાના સ્વાર્થ છોડીને પહેલા દેશની જનતા વિશે વિચારવું જોઈએ.’ રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટાએ શહેરમાં ચૂંટણી હારી રહેલા ઉમેદવારોને વિજયી બનાવ્યા હોવાના આક્ષેપ કર્યાના એક દિવસ બાદ તેમની ટિપ્પણી આવી છે.

રાજીનામું આપતા પહેલા, લિયાકત અલી ચટ્ટાએ દાવો કર્યો હતો કે રાવલપિંડીના 13 ઉમેદવારોને બળપૂર્વક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમના દાવા બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ 8મી ફેબ્રુઆરીની ચૂંટણીમાં ધાંધલધમાલ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે.