ટ્રક ડ્રાઇવરોને મોટી રાહત, ઓક્ટોબર 2025થી ગાડીમાં આ ફિચર ફરજિયાત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

AC Mandatory In Trucks : દેશમાં ટ્રક ચાલકોને મોટી રાહત મળી છે. હવે નવા ટ્રકો (Truck)ની કેબિનમાં એર કન્ડિશન સુવિધા ફરજિયાત (AC Mandatory) કરી દેવાશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગે ગેઝેટ સુચનામાં કહ્યું કે, 1 ઓક્ટોબર, 2025 કે ત્યાર બાદ બનાવેલા તમામ નવા ટ્રકોમાં ડ્રાઇવરો માટે ફરજિયાતપણે AC કેબિન આપવી પડશે.

આ પણ વાંચો : તલાટીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર

જણાવી દઈએ કે આ પહેલા, જુલાઈ મહિનામાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતુ કે, ટ્રકોની કેબિનમાં એર કન્ડિશનિંગ સિસ્ટમના ઈન્સ્ટોલેશનને ફરજિયાત કરવા ડ્રાફ્ટ સુચનાને મંજૂરી આપવી દેવામાં આવી છે. હવે મંત્રાલયે કહ્યું છે, કે 1 ઓક્ટોબર, 2025થી કે તેના પછી બનનાર એન2 અને એન3 સિરિઝના વાહનોની કેબિન માટે ફરજિયાતપણે એર કન્ડિશનિંગ સિસ્ટમ લગાવી પડશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ગેઝેટ સુચનામાં એ પણ કહેવાયું કે, વાહનોમાં આપવામાં આવનાર એર કંડિશનિંગ સિસ્ટમથી સજ્જ કેબિનનું પરિક્ષણ IS14618:2022 મુજબ કરવામાં આવશે.

આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતુ કે, સડક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ટ્રક ડ્રાઇવર મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. આ નિર્ણય ટ્રક ડ્રાઇવરો માટે આરામદાયક કામ કરવાની સ્થિતિ આપવામાં એક માઈલસ્ટોન સાબિત થશે. જેથી તેની કામગીરીમાં સુધારાની સાથે ડ્રાઇવરની થાકની સમસ્યાનું પણ સમાધાન થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ટ્રક ઇન્ડસ્ટ્રીએ વ્યક્ત કરી ચિંતા

જો કે, આ મામલે ટ્રક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક વાહન નિર્માતાઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે, તેનાથી ટ્રકોની કિંમતમાં વધારો થશે. સાથે કહેવાયું કે, ટ્રકની કેબિનમાં એર કન્ડિશનના ઉપયોગથી ટ્રક ડ્રાઇવરને ઊંઘ પણ આવી શકે છે. એવામાં દુર્ઘટનાની સંભાવનાઓ વધી જાય છે. આ તમામ મુશ્કેલીઓને પડતી મુકી સરકારે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે અને હવે ઓક્ટોબર 2025થી ભારતમાં બનનાર તમામ ટ્રકોમાં એસી કેબિન આપવામાં આવશે.