રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Ayodhya Airport : અયોધ્યાના એરપોર્ટ પરથી 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ થઈ રહી છે. 6 જાન્યુઆરીની પ્રથમ ફ્લાઇટ સવારે 11.55 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઇટ બપોરે 1.45 વાગ્યે અયોધ્યાથી રવાના થશે અને 3 વાગ્યે દિલ્હી પહોંચશે.

આ પણ વાંચો : 29 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social media

અયોધ્યામાં રેલવે સ્ટેશન (Ayodhya Railway Station) બાદ હવે એરપોર્ટનું પણ નામ બદલાવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ (Ayodhya Airport) હવે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. અત્યાર સુધી આ એરપોર્ટને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતુ. આ પહેલા અહીં રેલવે સ્ટેશનનું નામ અયોધ્યા જંક્શનથી બદલાવીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું હતુ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જણાવી દઈએ કે અયોધ્યાના આ એરપોર્ટ પરથી 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ શરૂ થઈ રહી છે. 6 જાન્યુઆરીની પ્રથમ ફ્લાઇટ સવારે 11.55 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઇટ બપોરે 1.45 વાગ્યે અયોધ્યાથી રવાના થશે અને 3 વાગ્યે દિલ્હી પહોંચશે.

ઇન્ડિગો ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રા અનુસાર, 10 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી વચ્ચે દૈનિક ફ્લાઇટ એક જ સમયે સંચાલિત કરાશે. અમદાવાદથી અયોધ્યા અને અયોધ્યાથી અમદાવાદ માટે ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ અઠવાડિયામાં 3 દિવસ સંચાલિત કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

11 જાન્યુઆરીએ ફ્લાઇટ સવારે 9.10 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઇટ રાતે 11.30 વાગ્યે અયોધ્યાથી રવાના થશે અને 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. જણાવાય રહ્યું છે કે ફ્લાઇટ દ્વારા 1 કલાક 20 મિનિટમાં દિલ્હીથી અયોધ્યા પહોંચી શકાશે.

અયોધ્યા એરપોર્ટ (Ayodhya Airport)ના ટર્મિનલને ખૂબ જ ભવ્ય રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. રામની નગરીમાં નિર્માણ પામેલા એરપોર્ટની દિવાલો પર રામાયણ સાથે જોડાયેલા ચિત્રોને દર્શાવામાં આવ્યાં છે. એરપોર્ટના વાસ્તુ અને ડિઝાઇન ખૂબ ખાસ છે. તે સંપૂર્ણ રીતે શ્રીરામના જીવનથી પ્રેરિત છે.

આ પણ વાંચો : 29 December : જાણો, આજનું રાશિફળ

અયોધ્યાના આ એરપોર્ટને નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેને આર્કિટેક્ટ વિપુલ વાર્ષ્ણય અને તેમની ટીમે તૈયાર કર્યું છે. વિપુલ વાર્ષ્ણય જણાવે છે કે આ એરપોર્ટના સાત શિખર નાગર શૈલીથી પ્રેરિત છે. મુખ્ય શિખર વચ્ચે અને આગળ 3 અને પાછળ 3 શિખર છે. ઉપરાંત એરપોર્ટ પર રામને દરેક જગ્યાએ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બહાર ધનુષનું મોટુ મ્યુરલ લગાવાયું છે. આ એરપોર્ટ સાત સ્તંભો પર આધારિત છે. જે રામાયણના સાત કાંડોથી પ્રેરિત છે.