પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ મોટા સમાચાર, જાણો શું કહ્યું?

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ

Lok Sabha Election 2024 : મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે (Nitin Patel) મોટું એલાન કરતા કહ્યું કે, ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું.

આ પણ વાંચો – જાણો, મતદાતાઓને લઈ ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

PIC – Social media

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. જી હા વાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને લઈને છે. ગુજરાતના પૂર્વ નાયમ મુખ્યમંત્રી અને મહેસાણાના પૂર્વ ધારાસભ્ય નીતિન પટેલે આજે મોટી જાહેરાત કરી છે. મહત્વનું છે કે હજુ ગઈ કાલે જ ભાજપે ગુજરાતની 15 લોકસભા સીટ પર ઉમેદવારન જાહેર કર્યા હતા. હજુ તો મહેસાણામાંથી ઉમેદવાર જાહેર કરાવાના બાકી હતા ત્યાં જ નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પરથી જાહેરાત કરી છે કે, ભાજપના ઉમેદવાર તરીકે હું મારી દાવેદારી પરત લઉં છું.

નીતિન પટેલે શું કહ્યું?

નીતિન પટેલે કહ્યું કે, ‘મેં કેટલાક કારણોસર મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેમણે કહ્યું, ‘માનનીય નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હું તમામ કાર્યકરો, શુભેચ્છકો અને સહકાર્યકરોનો ખૂબ ખૂબ આભારી છું.

ભોજપુરી સ્ટાર પવન સિંહ પણ આસનસોલથી ચૂંટણી નહીં લડે

ભોજપુરી સ્ટાર પવન સિંહે પણ કહ્યું છે કે તે આસનસોલથી ચૂંટણી નહીં લડે. તેણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી છે. પવન સિંહે X પર લખ્યું છે કે ‘હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ શનિવારે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં આસનસોલથી પવન સિંહનું નામ પણ હતું.