જાણો, મતદાતાઓને લઈ ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

ખબરી ગુજરાત ગુજરાત

Lok Sabha Election 2024 : લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઈ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એવામાં મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો હતો.

આ પણ વાંચો – પાલનપુર-દાંતા હાઇવે પર પીકઅપ વાન પલટી, 3 લોકોના મોત

PIC – Social Media

Lok Sabha Election 2024 : મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યપ્રણાલી અને નિયમોનું સુચારૂ પાલન થાય તે માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો હતો. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગાંધીનગર ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા ઓછું મતદાન ધરાવતા મતવિસ્તારોમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો હાથ ધરવા જરૂરી ચર્ચા કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) ની અમલવારી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ પાસેથી પણ પ્રતિભાવો મેળવી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ પરિણામલક્ષી પ્રયાસો કરવા અપીલ કરી હતી.

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના પગલા લેવા, આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ, ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયાના નિયમિત અને અસરકારક ઉપયોગ તથા વેબકાસ્ટીંગ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ઉપરાંત સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીએ.બી. પટેલ દ્વારા પોસ્ટલ બૅલેટ, ઉમેદવારી પત્રો, પોલીંગ સ્ટાફ, પોલીંગ સ્ટેશન અને EVM જેવા વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી હતી. જ્યારે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા દ્વારા મીડિયા, તાલીમ અને એક્સેસિબીલીટી અંગે તાલીમ આપવામાં આવી હતી.