પહેલવાનોને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો શું થઈ વાતચીત?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Rahul Gandhi Meet Bajrang Punia: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલા છારા ગામે પહોંચ્યાં હતા. અહીં રાહુલ ગાંધીએ વિરેન્દ્ર આર્ય અખાડામાં પહોંચી બજરંગ પૂનિયા સહિત અન્ય પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. છારા ગામ પહેલવાન દીપક પૂનિયાનું ગામ છે. દીપક અને બજરંગે વિરેન્દ્ર અખાડાથી જ પોતાની કારિકર્દીની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધી પહેલાવાનો સાથે બેઠા હોવાની તસવીરો પણ સામે આવી છે.

આ પણ વાંચો : આ ટેણકીનું ટેલેન્ટ જોઈને દંગ રહી જશો, જુઓ શું છે ખાસિયત?

PIC – Social Media

મહત્વનું છે, કે હાલ કુશ્તી સંઘને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે રાહુલ ગાંધીએ પહેલવાનો સાથે મુલાકાત કરતા ઘણાં તર્ક વિતર્કો લગાવાઇ રહ્યાં છે. કેન્દ્રીય ખેલ મંત્રાલયે હાલમાં જ ડબ્લ્યુએફઆઈની નવી બોડીને રદ્દ કરી છે. એટલુ જ નહિ નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને પણ સસ્પેન્ડ કરી દીધા છે. સંજય સિંહને બીજેપી સાંસદ અને ડબ્લ્યુએફઆઈના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની નજીક માનવામાં આવે છે. બ્રિજભૂષણ પર મહિલા પહેલવાનો સાથે જાતિય સતામણીના આરોપ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બજરંગ પૂનિયા સાથે કરી કુસ્તી

રાહુલ ગાંધની મુલાકાત બાદ જ્યારે મીડિયાએ બજરંગ પૂનિયાને પૂછ્યુ કે રાહુલ ગાંધી અહી શા માટે આવ્યાં હતા? જેના જવાબમાં તેઓએ કહ્યું કે તેઓ અમારા દૈનિક કાર્ય અને કુસ્તીના રૂટિનને સમજવા અને જોવા માટે અહીં આવ્યાં હતા. તેઓએ અમારી સાથે કુસ્તી અને કસરત પણ કરી હતી. તેઓ અમારા એક પહેલવાન તરીકેની દિનચર્યા જોવા માટે આવ્યાં હતા. જો કે પૂનિયાએ રાહુલ સાથે કોઈ ખાસ વાત થઈ કે નહિ તે વિશે કશુ જણાવ્યું નહોતું.

રાહુલ રોહતક અખાડામાં જાય તેવી શક્યતા

ઈન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી બુધવારે રોહતકની મુલાકાતે લે તેવી શક્યતા છે. જ્યાં તેઓ એક કુસ્તી કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ દેવ કોલોનીમાં આવેલા મહેર સિંહ અખાડાની પણ મુલાકાત લઈ શકે છે. એવું માનવમાં આવે છે કે તેઓ રોહતક જઈ રહ્યાં હતા તે દરમિયાન માર્ગમાં ઝજ્જર જઈને પહેલવાનો સાથે મુલાકાત કરી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સરકારે કુસ્તી સંઘને કર્યું રદ્દ

રાહુલ જે છારા ગામમાં ગયા તે 2022માં બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર દીપક પૂનિયાનું ગામ છે. બજરંગ પૂનિયા, દીપક પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક એ પહેલવાનોમાંથી છે જેઓએ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ધરણાં કર્યાં. જે વખતે સંજય સિંહને પસંદ કરવામાં આવ્યાં ત્યારે પણ પહેલવાનોએ વિરોધ કર્યો હતો. પહેલવાનોનું કહેવું છે સિંજય સિંહની નિયુક્તિથી ડબ્લ્યુએફઆઈમાં સુધારો નહિ આવે. કેમ કે તેઓ બ્રિજભૂષણની નજીક માનવામાં આવે છે.

જ્યારે, ડબ્લ્યુએફઆઈના નવા અધ્યક્ષ સંજય સિંહ દ્વારા આ વર્ષના અંત સુધીમાં અંડર-15 અને અંડર-20 કુસ્તી સ્પર્ધાના એલાન બાદ ખેલ મંત્રાલયે ડબ્લ્યુએફઆઈને સસ્પેન્ડ કરી દીધુ છે. મંત્રાલયે કહ્યું હતુ કે કુસ્તી સ્પર્ધાની જાહેરાત કરતી વખતે નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું નહિ.