મોતની રાહ જોતા માસુમો, બોટ દુર્ઘટના પહેલાના CCTV

ખબરી ગુજરાત ગુજરાત

Harani Boat Tragedy : ગુરુવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો હતો. વડાદરોના હરણી તળાવે પિકનિક માટે આવેલા માસુમ બાળકો બોટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. ત્યારે હવે આ દુર્ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે.

આ પણ વાંચો : Harani Boat Tragedy : 18 સામે ગુનો દાખલ, આ રીતે સર્જાઇ દુર્ઘટના

ગુજરાતના વડોદરામાં (Vadodara) ગુરુવારે હચમચાવી નાખતી દુર્ઘટના (Boat Tragedy) સર્જાય હતી. હરણી તળાવમાં (Harani Lake) બોટ પલટી જતા પિકનિક માટે આવેલા 14 માસુમ ભૂલકાઓ અને બે શિક્ષિકાઓ સહિત 16 લોકોના મોત થઈ ગયા હતા. 27 બાળકો શિક્ષકો સાથે પિકનિકની મજા માણી રહ્યાં હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુખદ ઘટનાના એક દિવસ બાદ દુર્ઘટના સમયનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં ન્યુ સનરાઇઝ સ્કુલના (New Sunrise School) વિદ્યાર્થીઓ બોટમાં સવારી કરવા માટે કતારમાં ઊભા હોય તે જોઈ શકાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા શેઅર કરવામાં આવેલા વિડિયો અનુસાર, વિદ્યાર્થીઓ બોટની સવારી કરવા માટે પોતાનો ક્યારે વારો આવે તેની રાહ જોઈ રહ્યાં છે. પ્રાથમિક તપાસ અનુસાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાજે આશરે સાડા ચાર વાગ્યે પિકનિક માટે હરણી તળાવ પહોંચ્યા અને બોટ રાઇડિંગ માટે બોટમાં બેઠા હતા. કથિત રીતે ક્ષમતાથી વધુ લોકોને બોટમાં ભરતા પલટી મારી ગઈ હતી. હરણી પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 14 બાળકો અને બે શિક્ષિકાના મોત થયા છે. બાકીના વિદ્યાર્થીઓને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પીએમ નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઈ સંવેદના વ્યક્ત કરતા પ્રત્યેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ આ દુર્ઘટના માટે જવાબદાર લોકો પર કડક કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી રહી છે.

18 લોકો સામે ગુનો દાખલ

વડોદરાના હરણી લેક ઝોનમાં ગુરૂવારે બનેલી ગોઝારી ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષીકાઓના મોત નિપજ્યાં હતા. હરણી લેક ઝોનમાં બોટિંગનો ઇજારો ધરાવનાર મેસર્સ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો વિરૂદ્ધ ઇપીકો કલમ 304,308,337,338,114 મુજબ ગુનોં નોંઘવામાં આવ્યો છે.

મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો

1) બીનીત કોટીયા ઉ. વર્ષ – 32 (રહે. નિલકંઠ બંગ્લોઝ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ, વડોદરા)

2) હિતેષ કોટીયા ઉ. વર્ષ – 55 (રહે. નિલકંઠ બંગ્લોઝ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ, વડોદરા)

3) ગોપાલદાસ શાહ ઉ. વર્ષ 58 (રહે. પી-3 વૈકુંઠ ફ્લેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ, વડોદરા)

4) વત્સલ શાહ ઉ. વર્ષ 25 (રહે. એન-20 પાર્વતિનગર સોસા. સ્વામીનારાયાણ નગર-4 સામે હરણી રોડ વડોદરા)

5 ) દિપેન શાહ ઉ. વર્। – 24 (રહે. પુનિતનગર જી.ઇ.બી કોલોની, જુના પાદરા રોડ, વડોદરા)

6) ધર્મીલ શાહ ઉ. વર્ષ – 27 (રહે. પુનિતનગર જી.ઇ.બી કોલોની, જુના પાદરા રોડ, વડોદરા)

7) રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ. વર્ષ – 46 (રહે. કર્મવિલા સંતરામ ડેરી રોડ, વડોદરા)

8) જતીનકુમાર હરીલાલ દોશીઉ. વર્ષ – 64 (રહે. અયોધ્યાપુરી સોસા. ભાદરવા ચોકડી, સાવલી)

9) નેહા ડી. દોશી ઉ. વર્ષ – 30 (રહે. અયોધ્યાપુરી સોસા. ભાદરવા ચોકડી સાવલી)

10) તેજલ આશિષકુમાર દોષી ઉ. વર્ષ – 46 (રહે. વ્રજવિહાર સોસા. એરપોર્ટ હરણી રોડ, વડોદરા)

11) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ. વર્ષ – 36 (રહે. વલ્લભ ટાઉનશીપ લખુલેશનગર, આજવારોડ, વડોદરા)

12) વેદપ્રકાશ યાદવઉ. વર્ષ – 50 (રહે. વલ્લભ ટાઉનશીપ, લખુલેશનગર, આજવા રોડ વડોદરા)

13) ધર્મીન ભટાણી ઉ. વર્ષ – 34 (રહે. અંબે સોસા. સનસાઇન હોસ્પિટલ દિવાળીપુરા વડોદરા)

14) નુતનબેન પી. શાહઉ. વર્ષ 48 (રહે. પાર્વતિનગર, સ્વામીનારાયણ નગર-4 હરણી રોડ, વડોદરા)

15) વૈશાખીબેન પી. શાહ ઉ. વર્ષ – 22 (રહે. પાર્વતિનગર, સ્વામીનારાયણ નગર-4, હરણી રોડ, વડોદરા)

16) હરણી લેક ઝોનનો મેનેજર – શાંતિલાલ સોલકી

17) બોટ ઓપરેટર – નયન ગોહિલ

18) બોટ ઓપરેટર – અંકિત