અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કર્યા કેસરિયા

ખબરી ગુજરાત ગુજરાત રાજકારણ

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી કેસરિયા કરી રહ્યાં છે.

આ પણ વાંચો – રાષ્ટ્રીય હિતનું બલિદાન આપ્યું, મોદીએ પોતાનું બલિદાન આપ્યું’,

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ પાર્ટીને છોડી ભાજપમાં ભળી રહ્યાં છે. ગઈ કાલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ એક બાદ એક પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં મોટુ ગાબડ્યુ પડ્યું છે. પહેલા અંબરીશ ડેર અને થોડા જ કલાકો બાદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ હતુ. રાજીનામા બાદ આજે બંનેએ ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં આવે પહેલા જ ગુજરાત કોંગ્રેસના એક પછી એક નેતાઓ પાર્ટી છોડી ભાજપમાં ભળી રહ્યાં છે. ત્યારે પાર્ટીની કામગરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યાં છે. આગામી સમયમાં હજુ પણ કેટલાક કોંગી નેતા ભાજપમાં જોડાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અંબરીશ ડેરે શું કહ્યું?

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, જ્યારે આટલું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હું કોઈની ટીકા નથી કરતો. ભગવાન રામનું દરેક વ્યક્તિ દ્વારા સન્માન કરવામાં આવે છે અને એક રાજકીય પક્ષે બધાના આદરનું સન્માન કરવું જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પોતાની વાત પર જ અડગ ન રહ્યાં મોઢવાડિયા

જ્યારે એક મીડિયા હાઉસે અર્જુન મોઢવાડિયાને ભાજપમાં જોડાવા અંગે સવાલ કર્યો હતો ત્યારે તેના જવાબમાં કહ્યું કે ‘અટકળો કરવાની તમામને છૂટ છે આજે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તમારી સામે બેઠો છું. જ્યારથી વિધાનસભા શરૂ થઈ છે ત્યારે પણ હું વિધાનસભાની અંદર કોંગ્રેસનો મોરચો સંભાળીને બેઠો છું. મીડિયામાં ટીઆરપી વધારવી હોય એટલે આવા આધાર વગરના અહેવાલો સતત આવતા રહે, પણ એ બધું જ સાચું હોય છે તેવું હોતું નથી અને હું કોંગ્રેસમાં છું/રહેવાનો છું’ વર્ષો સુધી કોંગ્રેસમાં કાર્યકરથી લઈને અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા અને કોંગ્રેસમાં છું – રહેવાનો છું એવું કહેનારા અર્જુન મોઢવાડિયા 2 અઠવાડિયામાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.