જાણો, અંબાણીના ત્રણેય સંબંધિઓમાં કોણ છે સૌથી અમીર

ખબરી ગુજરાત બિઝનેસ

Mukesh Ambaniના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થનાર છે. તેની પ્રી વેડિંગ ઇવેન્ટ 3 માર્ચે જામનગરમાં પૂર્ણ થઈ. જેમાં દેશ વિદેશની દિગ્ગજ હસ્તિઓ પણ સહભાગી બની હતી.

આ પણ વાંચો – અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેરે કર્યા કેસરિયા

PIC – Social media

એશિયાના સૌથી અમીર અને દેશની સૌથી મુલ્યાવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industies)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘરે ફરી શરણાઈ વાગશે. આગામી 12 જુલાઈ 2024ના રોજ અનંત અંબાણી (Anant Ambani) પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરશે. તે પહેલા 1 થી 3 માર્ચ સુધી રાધિકા અને અનંતની પ્રી વેન્ડિગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. મુકેશ અંબાણીના થનાર ત્રીજા સંબંધિ પણ પૈસે ટકે કોઈથી ઓછા નથી. આવો જાણીએ કે રાધિકાના પિતા વિરેન મેર્ચન્ટનો વ્યવસાય શું છે અને ત્રણેય સંબંધીઓમાં કોઈ સૌથી વધુ પૈસાદાર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social media

મુકેશ અંબાણીના ત્રીજા સંબંધિ વિરેન મર્ચન્ટ

મુકેશ અંબાણી ત્રીજા વેવાઇ બનવા જઈ રહેલા વિરેન મર્ચન્ટની ગણતરી દેશના સૌથી અમીર લોકોમાં કરવામાં આવે છે. Viren Merchant હેલ્થકેર કંપની Encoreના CEO છે. એક રિપોર્ટ અનુસાર તેની કુલ નેટવર્થ આશરે 755 કરોડ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે ક્લાસિક ડાન્સર તરીકે પોતાની ઓળખ બનાવનાર અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ પણ પોતાના પિતાને બિઝનેસમાં મદદ કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social media

પિરામલ ફેમેલીની પુત્રવધુ છે ઇશા અંબાણી

આ પહેલા મુકેશ અંબાણીના બે વેવાઈ છે. જેની પાસે પણ અખુટ ધન છે. વાત કરીએ મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણીના સસરા અજય પિરામલ (Ayay Piramal)ની, તો તેનુ પિરામલ ગ્રુપ દેશના મોટા કર્પોરેટ કંપનીઓમાં સામેલ છે. પિરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ સાથે જોડાયેલ છે. તેની 30 દેશોમાં શાખાઓ છે. પિરામલ બોર્ડમાં અજય પિરામલ સિવાય તેની પત્ની સ્વાતિ પિરામલ વાઇસ ચેરમેન છે. તે સિવાય દિકરી નંદની અને પુત્ર આનંદ પિરામલ (ઇશાનો પતિ) પણ બોર્ડમાં સામેલ છે. કુલ સંપતિની વાત કરીએ તો Forbes અનુસાર, Ajay Piramalની નેટવર્થ 3.25 અબજ ડોલર (આશરે 26,983 કરોડ રૂપિયા) છે.

આ પણ વાંચો – રાષ્ટ્રીય હિતનું બલિદાન આપ્યું, મોદીએ પોતાનું બલિદાન આપ્યું’,

PIC – Social media

આકાશ અંબાણીના સસરાને છે હીરાનો વ્યવસાય

અબજપતિ મુકેશ અંબાણીના બીજા સંબંધી અરુણ રસેલ મહેતા (Russell Mehta) છે. તેની દીકરી શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ મુકેશ અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી સાથે થયા હતા. રસેલ મહેતા દેશના મોટા હીરાના કારોબારી છે અને દુનિયાના ઘણાં દેશોમાં તેનો બિઝનેસ ફેલાયેલો છે. મુકેશ અંબાણીના આ સંબંધિ Rosy Blue કંપનીના એમડી છે. જેની ગણના ટોપ ડાયમંડ કંપનીમાં થાય છે. ભારતમાં 26 શહેરોમાં તેના 36 વધુ સ્ટોર્સ છે. તે સિવાય આજે કંપની દુનિયાના 12 દેશોમાં હીરાનો બિઝનેસ કરે છે. બિઝનેસ ટુડેના એક પૂર્વ રિપોર્ટ અનુસાર, અરુણ રસેલ મહેતાની અનુમાનિત નેટવર્થ આશરે 3000 કરોડ રૂપિયા (2018-19 અનુસાર) છે.

દુનિયાના 11માં સૌથી અમીર વ્યક્તિ છે Mukesh Ambani

સંપતિના મામલે મુકેશ અંબાણીના ત્રણેય સંબંધી તેની આજુબાજુ પણ નથી. પરંતુ નેટવર્થની નજર કરીએ તો ઈશા અંબાણીના સસાર મુકેશ અંબાણીના ત્રણેય સંબંધિઓમાં સૌથી અમિર છે. બ્લુમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની નેટવર્થ 104 અબજ ડોલર છે. આ રકમ સાથે તે દુનિયાના 11માં સૌથી ધનિક વ્યક્તિ છે. જ્યારે એશિયાના સૌથી અમિર વ્યક્તિ છે. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઇજેશન (Reliance Market Cap) 20.36 લાખ કરોડ રૂપિયા છે.