Amreli : ધારીમાં ભાજપના અગ્રણી મહિલાની હત્યા

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat

Amreli News : અમરેલી જિલ્લાના ધારીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાબતે ભાજપના અગ્રણી મહિલાની હત્યાની ઘટનાએ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. ઘટના બાદ પોલીસે આરોપી ઋષિક, જયઓમ અને હરિઓમ મહેતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Nana Patekar Apologzied : થપ્પડ કાંડમાં નાનાએ માંગી માફી, કહ્યું…

મળતી માહિતી અનુસાર, ધારીના શિવનગર સોસાયટીમાં રહેતા ભાજપના જિલ્લા પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મધુબેનના પુત્રને ફટાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનું મન દુઃખ રાખી મધુબેનનો પુત્ર રવિ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ફોરવીલ ગાડી તેમની માથે ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે બચી ગયો હતો.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આ ઘટનામાં મધુબેનના પુત્રની માથે ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર તેમના પડોશીને પુત્ર અને મધુબેન ઠપકો દેવા ગયા હતા. તે દરમિયાન ત્રણેય યુવાનોએ તલવાર વડે મધુબેન અને તેમના પુત્ર રવિ ઉપર જીવલેણ હુમલો કર્યો. આ ઝપાઝપીમાં મધુબેનના હાથ ઉપર તલવારનો ઊંડો ઘા વાગતા ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું છે. જ્યારે મધુબેનના પુત્રને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસાડાયો છે.

આ પણ વાંચો : 16 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ

આ ઉપરાંત મધુબહેનના બહેનનો દીકરો પણ આ ઝપાઝપીમાં ઘાયલ થયો છે. હત્યાને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ભાજપના અગ્રણી અને મહિલા ભાજપાના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી અને પરિવારને આશ્વાસન આપ્યું હતું. મધુબહેન ભાજપાના પાયાના સમાજસેવિકા હતા ત્યારે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

ધારી ભાજપના મહિલા કાર્યકરની હત્યાની ઘટનાને પગલે અમરેલી એસપી હિમકરસિંહ અને તેમની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અને કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. આ ઘટનામાં સામે પક્ષે પણ બે આરોપીઓને ઈજા પહોંચી હતી જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે એક આરોપીનો કબ્જો લઈ આગળતી તપાસ હાથ ધરી છે.