Nana Patekar Apologzied : થપ્પડ કાંડમાં નાનાએ માંગી માફી, કહ્યું…

ખબરી ગુજરાત મનોરંજન

Nana Patekar Apologzied : બોલિવુડ એક્ટર નાના પાટેકર (Nana Patekar) થપ્પડ કાંડને લઈ ભારે ચર્ચામાં છે. હાલ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોઈ શકા છે, કે એક ચાહક નાના પાટેકરની પાસે સેલ્ફી લેવા આવે છે. તે દરમિયાન નાના પાટેકર (Nana Patekar) તેને થપ્પડ મારી દે છે. ત્યાર બાદ નાના પર એફઆઈઆરની માંગ ઊઠી છે. જેને લઈ હવે એક્ટરનું રિએક્શન સામે આવ્યું છે.

આ પણ વાંચો : 16 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ

PIC – Social Media

નાના પાટેકર બોલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંથી એક છે. તેની જૂની ફિલ્મો અને ડાયલોગ્સને લોકો ઘણાં પસંદ કરે છે. ત્યારે નાના પાટેકર ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. હાલમાં જ તેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાના એક ચાહકને થપ્પડ લગાવી દે છે. વિડિયો વાયરલ થયા બાદ તેઓને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

વિડિયોમાં જોઈ શકાય છે, કે એક ચાહક નાના પાટેકર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. એક્ટર તેના માથામાં એક થપ્પડ મારી દે છે. જ્યારે નાનાની પાસે ઊભેલા એક શખ્સે ફેનની ડોક પડકી ત્યાંથી દૂર લઈ જાય છે. આ વિડિયો સામે આવ્યા પછી આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે નાના પાટેકર એફઆઈઆર કરવાની માંગ કરી છે. બીજી બાજુ નાના પાટેકરે પણ વિડિયો શેઅર કરી માફી માંગી લીધી છે.

આ પણ વાંચો : ભારતના તેજસ અને ધ્રુવે દુબઈમાં વિશ્વના સૌથી મોટા એર શોમાં મચાવી ધૂમ

નાના પાટેકરે વિડિયોમાં માફી માંગતા કહ્યું, કે તેમની ફિલ્મનું એક શુટિંગ ચાલી રહ્યું હતુ અને તેઓને એક સીન શૂટ કરવાનો હતો. જેમાં પાછળથી એક છોકરો આવે છે અને તેને એક થપ્પડ મારવાની છે. તેઓ એકવાર રિહર્સલ કરી ચૂકયા હતા. પરંતુ તેમના ડાયરેક્ટરે તેમને વધુ એકવાર રિહર્સલ કરવાનું કહ્યું હતુ. જ્યારે પાછળથી એક ચાહક સેલ્ફી લેવા આવ્યો તો તેને લાગ્યુ, કે તે તેમની જ ટીમનો છોકરો છે. તો તેઓએ પોતાના સીન અનુસાર તેને થપ્પડ મારી દીધી.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

નાનાએ કહ્યું, કે મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે. જો તે છોકરો તેની સામે આવી જાય તો તેની માફી માંગી લેશે.