અજમેર ટ્રેન દુર્ઘટનાથી રેલ વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનોના રૂટ કેન્સલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Ajmer train accident : રાજસ્થાનના અજમેરમાં ટ્રેન દુર્ઘટના બાદ રેલવે સેવા પ્રભાવિત થઈ છે. રેલવેના આ રૂટ પર સંચાલિત 6 ટ્રેનોના રૂટ રદ્દ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે 2 ટ્રેનોના રૂટ બદલાવામાં આવ્યાં છે.

આ પણ વાંચો – ગુજરાતની ભરૂચ બેઠક પર AAP અને BJP વચ્ચે કાંટાની ટક્કર

PIC – Social Media

Ajmer train accident : રાજસ્થાનના અજમેરમાં મદાર રેલ્વે સ્ટેશન પાસે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સાબરમતીથી અજમેર થઈને આગ્રા કેન્ટ જતી સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12548ના એન્જિન સાથે ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન દુર્ઘટના બાદ રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. રેલવેએ આ રૂટ પર દોડતી 6 ટ્રેનો રદ કરી છે અને બે ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રેકના સમારકામમાં વ્યસ્ત છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ટ્રેનો રદ કરવામાં આવી

ટ્રેન નંબર 12065, અજમેર-દિલ્હી સરાય રોહિલ્લા 18.03.24 ના રોજ રદ કરાઈ.
ટ્રેન નંબર 22987, અજમેર-આગ્રા ફોર્ટ 18.03.24 ના રોજ રદ કરાઈ.
ટ્રેન નંબર 09605, અજમેર-ગંગાપુર સિટી 18.03.24 ના રોજ રદ કરાઈ.
ટ્રેન નંબર 09639, અજમેર-રેવાડી 18.03.24 ના રોજ રદ કરાઈ.
ટ્રેન નંબર 19735, જયપુર-મારવાડ 18.03.24 ના રોજ રદ કરાઈ.
ટ્રેન નંબર 19736, મારવાડ-જયપુર 18.03.24 ના રોજ રદ કરાઈ.

આ ટ્રેનોના રૂટ બદલાયા

ટ્રેન નંબર 12915, સાબરમતી-દિલ્હી રેલ સેવાનો દોરાઈ-મદર થઈને રૂટ બદલાવાયો
ટ્રેન નંબર 17020, હૈદરાબાદ-હિસાર ટ્રેન સેવા આદર્શ નગર-મદાર થઈને ડાયવર્ટ કરવામાં આવી

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક પણ ઉખડીને કિનારે પડ્યો હતો. સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. રેલવેએ મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. આવી સ્થિતિમાં મુસાફરોએ રેલવે પ્રશાસન પર અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અકસ્માત બાદ સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસને મારવાડ થઈને આગ્રા તરફ રવાના કરવામાં આવી હતી. દુર્ઘટના સમયે ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો પણ હાજર હતા. રેલવે પ્રશાસને હેલ્પ ડેસ્ક નંબર- 01452429642 જાહેર કર્યો છે. તે જ સમયે, 4 ડબ્બા હટાવ્યા પછી, આખી ટ્રેનને બીજા એન્જિનની મદદથી બપોરે 3.16 વાગ્યે અજમેર સ્ટેશન પર પરત મોકલવામાં આવી હતી.