કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતા જ “અગ્નિવીર યોજના” રદ્દ થશે – ભૂપેશ બઘેલ

ખબરી ગુજરાત રાજકારણ

Lok Sabha Election 2024 : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓના વાયદાઓનું લિસ્ટ પણ વધી રહ્યું છે. ત્યારે છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલે અગ્નિવીર સ્કિમને લઈ મોટો દાવો કર્યો છે.

આ પણ વાંચો – સિંહ અને સિંહણના નામને લઈ વિવાદ, જાણો શું છે મામલો?

PIC – Social Media

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ અગ્નિવીર સ્કિમ (Agniveer Scheme)ને રદ્દ કરી દેશું. ત્રણેય સેનામાં રેગ્યુલર ભરતી શરૂ કરશું. આ દાવો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે (Former Chief Minister Bhupesh Baghel) કર્યો છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા અગ્નિવીર યોજનાને લઈ કોંગ્રેસની યોજના વિશે જણાવ્યું છે.

તેઓએ લખ્યુ છે કે મહતારી વંદન યોજનાની લાભાર્થી મહિલાઓને વિધાનસભા ચૂંટણી પહેલા જ ફોર્મ ભરવામાં આવ્યાં હતા. તો બીજી વાર ફોર્મ કે ભરાવાઈ રહ્યાં છે? તેમના એકાઉન્ટમાં યોજના અંતર્ગત મળતી રકમ જમાં થવી જોઈએ. ભાજપે પહેલા નૌટંકી કરી હતી કે હવે કરે છે? જે મહિલાઓએ પહેલા અરજી કરી હતી તેના નામ લિસ્ટમાંથી કઈ રીતે ગાયબ થઈ ગયા?

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શું છે અગ્નિવીર યોજના અને તેની જોગવાઈ?

જણાવી દઈએ કે જૂન 2022માં ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. યોજના અંતર્ગત ભારતીય સેના, વાયુસેના અને નૌસેનામાં કમિશન અધિકારીઓની નીચે સૈનિકોની ભરતી કરવામાં આવે છે. જેને અગ્નિવીર નામે ઓળખવામાં આવશે. યોજના અંતર્ગત સાડા સત્તરથી 23 વર્ષની ઉંમરના 12 પાસ યુવકોની ત્રણેય સેનામાં ભરતી કરવામાં આવશે. 6 મહિનાની ટ્રેનિંગ બાદ સાડા ત્રણ વર્ષની સર્વિસ આપવાની જોગવાઈ આ યોજના અંતર્ગત કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

યોજના અનુસાર, શરૂઆતમાં અગ્નિવીરોને 30 હજાર પગર આપવામાં આવે છે. જે છેલ્લે 40 હજાર સુધી વધારવામાં આવે છે. 4 વર્ષ બાદ 75 ટકા અગ્નિવીરોને રિટાયર કરવી દેવામાં આવશે અને આશરે 10થી 12 લાખ ફંડ મળશે. ભરતી થનારા અગ્નિવીરોને દેશના અલગ અલગ વિસ્તારમાં નિમણુંક આપવામાં આવશે. બાકીના 25 ટકા અગ્નિવીરોને કાયમી કમિશન આપવામાં આવશે. કોણ રિટાયર થશે. તેનો નિર્ણય કેટલાક નિયમો અંતર્ગત લેવામાં આવશે.