Delhi Fire News : દિલ્હીના ગીચ વસ્તીવાળા અલીપુરની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે સાંજે લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે. કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો : ભારત બંધ : જાણો આજે શું ખુલ્લુ રહેશે ‘ને શું બંધ?
Delhi Fire News : રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ભયંકર આગના દ્રશ્યો સામે આવ્યાં હતા. દિલ્હીમાં અલીપુરના (Alipur) કલર ફેક્ટરીમાં આગ (Fire) લાગી હતી. જાણકારી અનુસાર, આગમાં 11 લોકોના દાઝી જવાથી મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આગમાં ગંભીર રીતે દાજી જતા મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. મૃતકોના શરીર સંપૂર્ણ રીતે બળી ગયા છે. તમામ મૃતકો ફેક્ટરીના મજુરો હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે આગ લાગી તે સમયે મજૂરો આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તે દરમિયાન કલર બનાવતા કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મૃતઆંકમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલ ફેક્ટરીની અંદર સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે દિલ્હીનો અલીપુર વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે. આ ગીચ વિસ્તારમાં ફેક્ટરી ધમધમી રહી હતી. ગુરુવારે સાંજે આગ લાગી અને કેમિકલના કારણે આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો સળગી ગયા હતા. પહેલા 3 લોકોના મોત થયા સમાચાર હતા, પરંતુ મોડી રાતે તાજા અપડેટમાં જાણવા મળ્યું કે આગના કારણે 11 લોકોના મોત થયા છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાણકારી અનુસાર, ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મોડી રાત સુધી આગમાં દાઝેલા લોકોની ઓળખ થઈ શકી નહોતી. આગમાં દાઝેલા કેટલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. કેટલાક લોકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે.
આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળે કર્યા માં અંબાના દર્શન
ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગત 26 જાન્યુઆરીએ પણ દિલ્હીના શહાદરા વિસ્તારમાં રબર ફેક્ટરીમાં આગ લાગી હતી. 26 જાન્યુઆરી સાંજે 5 વાગ્યેને 22 મિનિટે આ આગ લાગી હતી. આ આગમાં 4 લોકોના મોત થયા હતા. 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ અગ્નિકાંડમાં 2 લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે દિલ્હીના શાહદરા વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગ નીચે એક ઘરમાં ભીષણ આગ લાગવાથી એક બાળક સહિત 4 લોકો ગુંગળામણથી મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.