પ્રસ્તુત ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

Jobs in Junagadh: જૂનાગઢમાં 16મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળા યોજાશે

ખબરી ગુજરાત ગુજરાત

Jobs in Junagadh: જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ શ્રી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી., સી.વી.એમ. કંપની, તથા પરફેક્ટ ઓટો સર્વિસ પ્રા.લી. એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ બ્રાંચ મેનેજર, ક્લાર્ક, સહાયક, સેલ્સ/ બેક ઓફિસ એક્ઝીક્યુટીવ, એચ.આર., એડમીન, ક્યુ.સી., ડિઝાઇનર – મેનેજર, તથા એક્ઝીક્યુટીવની જગ્યાઓ માટે,

આ પણ વાંચો: રાજકોટ MSME કેન્દ્રમાં GST, ટેલીની તાલીમ લેવાનો મોકો

18થી 35 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ સ્નાતકની શૈક્ષણિક લાયકાત તથા સંબંધિત જગ્યાનો અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન સરદાર બાગ, જૂનાગઢ ખાતે તા. 16/01/2024ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવેલ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભરતી મેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર 0285-2620139 પણ સંપર્ક કરવાનો રહેશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.