સેનાની સ્પેશિયલ ફોર્સ અને પોલીસે જંગલમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 3 જવાન ઘાયલ, કેપ્ટન શહીદ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Dinesh Rathod, Gujarat, Khabri media
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓ સાથે સેના (Army)અને પોલીસ (Police) વચ્ચે અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા. અને ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓ (Terrorists)ની હાજરીની બાતમી મળ્યા બાદ સેનાની સ્પેશિયલ ફોર્સ અને પોલીસે ઓપરેશન (Army Operation) શરૂ કર્યું હતું. આ પછી આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

જાણકારી આવી રહી છે કે રાજૌરી જિલ્લાના બાજી મોલના જંગલમાં ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા અને ત્રણ જવાન ઘાયલ થયા હતા.

બુધલ તહસીલના ગુલેર-બેહરોટે વિસ્તારમાં સેના, પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આ પણ વાંચો: CBSE Board Exam 2024 ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિશે જાણો સંપૂર્ણ અપડેટ

જમ્મુ અને કાશ્મીરના પીર પંજાલના જંગલો છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એન્કાઉન્ટર પછી સુરક્ષા દળો માટે એક પડકાર છે. ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને આતંકવાદીઓ છુપાઈને ગાઢ જંગલોનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓ છુપાવવા માટે દુર્ગમ પહાડો અને ગાઢ આલ્પાઈન જંગલોનો લાભ લે છે.

ગયા અઠવાડિયે, રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.