ગુજરાતના આ વિસ્તારમાંથી હટી દારુબંધી

ખબરી ગુજરાત ગુજરાત

Liquor Permit in Gujarat : આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતું પ્રતિબંધ હોવા છત્તા વર્ષે દહાડે ઢગલા મોઢે વિદેશી દારુ ઝડપાય છે. ત્યારે ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીને દારુબંધીમાંથી મુક્તિ મળી છે.

આ પણ વાંચો : દાડમની ખેતીમાંથી મેળવ્યું કરોડોનું ઉત્પાદન, વિદેશમાં પણ ભારે માંગ

PIC – Social Media

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતું પ્રતિબંધ હોવા છત્તા વર્ષે દહાડે ઢગલા મોઢે વિદેશી દારુ ઝડપાય છે. પરંતું હવે ગુજરાતમાં વધુ એક જગ્યાને સરકારે દારુબંધીમાંથી મુક્તિ આપી છે. જી હા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (gift city) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ લોકોને મળશે દારુના સેવનની મંજૂરી

ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારુબંધીને લઇ રાજ્ય સરકારના નશાબંધી અને આકબારી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તથા મુલાકાતીઓને દારુના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. આ છૂટ અંતર્ગત સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને માલિકો લીકર પરમિટ આપવામાં આવશે. તેઓ માટે ગિફ્ટ સીટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય કંપનીના ઓથોરાઇઝ મુલાકાતીઓ પણ પેમ્પરરી પરમિટ દ્વારા હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારુનું સેવન કરી શકશે.

વેચાણ નહિ કરી શકાય

ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્બલ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ 3 પરવાના મેળવી શકશે. પરંતુ ગિફ્ટ સીટીમાં અધિકૃત કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ કે માલિકો સિવાય કોઈને દારુનું વેચાણ કરી શકશે નહિ. એફએલ 3 પરવાના ધરાવતી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્બલ દ્વાર કરતામાં આવતા લીકરના વેચાણ સંગ્રહ પર નશાબંધી અને આખબારી વિભાગ દ્વારા નજર તેમજ નિયંત્રણ રાખવામાં આવશે.