વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અપડેટ

ખબરી ગુજરાત ગુજરાત

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈ વિવિધ દેશના અગ્રણીઓ અને બિઝનેસ ડેલિગેશન ગુજરાતમાં પધાર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે.

આ પણ વાંચો : National Sports Awards : જાણો, કોને મળ્યું રમતગમત ક્ષેત્રે મોટું સન્માન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના (Vibrant Gujarat Global Summit 2024) પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકાત યોજી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને પીએમ નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં (Vibrant Gujarat Global Summit 2024) ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું.

બીજી તરફ સીએમ પટેલે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર યુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી.

પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. સીએમ પટેલે જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. જેને લઈ વાઇસ મિનિસ્ટર યુત હોસાકા સીને સંવેદના માટે આભાર માન્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જાપાનના વાઇસ મિનિસ્ટરે જણાવ્યું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં 70 જેટલી કંપનીઝ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.

આ પણ વાંચો : ભારતના આ મંદિરોમાં જતા જ રૂંવાડા થઈ જશે ઊભા

તેમણે કહ્યું કે ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાયડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ.

મુખ્યમંત્રીએ ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વાઇસ મિનિસ્ટરને ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે સમય કાઢીને આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.