Junagadh News: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) આજે જૂનાગઢ (Junagadh)માં ભવનાથ (Bhavnath) સ્થિત રૂપાયતન સંસ્થા ખાતે જૂનાગઢના પ્રખર ધારાશાસ્ત્રી અને પૂર્વ મંત્રી દિવ્યકાંત નાણાવટીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે રૂપાયતન દ્વારા આયોજિત સ્મૃતિ પર્વમાં ઉપસ્થિત રહ્યા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે સ્વ. દિવ્યકાન્ત નાણાવટીના જીવન કાર્યને ઉજાગર કરતા સ્મૃતિ ગ્રંથ દિવ્યકાત નાણાવટી: ભુલાય તે પહેલાનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દિવ્યકાન્ત ભાઈ નાણાવટીએ સમાજસેવાના અનેક કાર્યો કર્યા છે.
જૂનાગઢ નગરના એ સમયના મુખ્ય વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમનું સ્મરણ કાયમ રહેશે તેમ જણાવ્યું હતું. દિવ્યકાન્ત નાણાવટીનું વ્યક્તિત્વ ભુલાય તેવું નથી.
વધુમાં તેઓએ સ્વ. દિવ્યકાન્તભાઈ નાણાવટીના પુત્ર નિરૂપમ ભાઈ નાણાવટી સાથેની મિત્રતા અને તેમની વ્યવસાયિક કાર્ય નિષ્ઠાનો ઉલ્લેખ કરીને રૂપાયતન દ્વારા ઉજવાયેલા આ સ્મૃતિ પર્વ પ્રસંગે રૂપાયતન ખાતે ઉપસ્થિત થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કેન્દ્રીય ગૃહમંત્રીએ આદિકવિ નરસિંહ મહેતા અને જુનાગઢના સંદર્ભમાં સગૌરવ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા મહેતાએ વેદ ઉપનિષદને સરળ શબ્દોમાં લોકોને સમજાવી સાહિત્ય ક્ષેત્રે તેમનું બહુ મોટું પ્રદાન છે. કેન્દ્રીય મંત્રી શ્રી એ નરસિંહ મહેતાના પદોને યાદ કરીને અસ્પૃશ્યતા સામે તેમની સામાજિક સેવાની સુધારણાને પણ પ્રેરણાદાયી ગણાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જૂનાગઢના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું લોકસાહિત્ય ક્ષેત્રે યોગદાન અને પદ્મશ્રીથી સન્માન સંદર્ભે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સાહિત્ય કલા ક્ષેત્રે યોગદાન આપનારાને તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે તે અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રૂપાયતનના અધ્યક્ષ નિરૂપમ નાણાવટીએ અમિત શાહ રૂપાયતનાના આંગણે પધાર્યા તે અંગે આભાર સાથે ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રૂપાયતનના ઉપપ્રમુખ કમલેશ જોશીપુરાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું
નિરૂપમ નાણાવટી અને રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ તેમજ તેમના પરિવારજનોએ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્મૃતિચિન્હ આપીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આર્ટિસ્ટ રજનીકાંત અગ્રાવત અને નીરૂબેન સોઢાતર દ્વારા મંત્રીને તેમનું રેખાચિત્ર અર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન કવિ અંકિત ત્રિવેદી અને આભાર વિધિ હેમંત નાણાવટીએ કરી હતી. પદ્મશ્રી હેમંત ચૌહાણ એ નરસિંહ મહેતાના પદો સાથે ભજનપદની પ્રસ્તુતિ કરી હતી.
કાર્યક્રમનું સંકલન રૂપાયતનના ટ્રસ્ટી ભારત મજમુદાર, શશી નાણાવટી ,રમેશ મહેતા દાદુ કનારા અને ટીમે કર્યું હતું. સ્મૃતિ ગ્રંથના સંપાદકો ધીરેન અવાસીયા, રમેશ મહેતા અને હેમંત નાણાવટી છે.
આ પણ વાંચો: દેવ ભુમી દ્વારકા LCBને મળી સફળતા, મોતના સિરપનો વેપલો કરનારા ઝડપાયા
આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડોલરકોટેચા, દિનુ સોલંકી, ગીરીશ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ, સાધુ સંતો, તબીબો ,ધારાશાસ્ત્રીઓ, સાહિત્યકારો, પદાધિકારીઓ અને સાહિત્યરસિકો, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.