ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Police Recruitment 2024: ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે અપડેટ આપતા કહ્યું કે…

આ પણ વાંંચો – દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક, બાળકીનો લીધો જીવ

PIC – Social Media

Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઈ નવા અપડેટ સામે આવ્યાં છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે અપડેટ આપતા જણાવ્યું છે કે, ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે. હાલ પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતી માટે અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષનુ હસમુખ પટેલ જણાવ્યું કે, રાજ્યમાં પોલીસ વિભાગમાં 12,472 પદો પર ભરતી સામે 1.55 લાખ અરજીઓ મળી છે. પોલીસ ભરતી માટે કુલ 1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ થયા છે. વધુમાં તેઓએ કહ્યું કે, અરજીઓની ઝડપ જોતાં હજી 7.5 લાખ ફોર્મ ભરાવાની શક્યતા છે. આ સાથે હસમુખ પટેલે નિવેદન આપ્યું છે કે, લોકરક્ષક અને PSI ભરતી પરીક્ષામાં 10 લાખ અરજી થઈ શકે છે. તેમણે કહ્યું કે, ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવી જોઈએ.