Samsungનો ધડાકો, એકથી એક ચડિયાતી પ્રોડક્ટ્સ કરી લોન્ચ

ખબરી ગુજરાત બિઝનેસ

Samsungએ CES 2024 પહેલા પોતાના નવા ટીવી લાઇનઅપને લોન્ચ કર્યું છે. કંપનીએ AI ફિચરવાળા ટીવી લાઇનઅપ સાથે ટ્રાન્સપેરેન્ટ ડિસ્પ્લે પણ લોન્ચ કરી છે. આમ તો LG એ પણ પોતાનું ટ્રાન્સપેરેન્ટ ટીવી લોન્ચ કર્યું છે. સાથે સેમસંગે 8K રિઝલ્યુશનવાળી પ્રોડક્ટ પણ રજૂ કરી છે. આવો જાણીએ આ પ્રોડક્સની ખાસિયત શું છે?

આ પણ વાંચો : આ કંપનીઓ કર્મચારીઓ મહેરબાન, ફ્લેટથી લઈ ગાડીઓ કરી ગિફ્ટ

PIC – Social Media

સેમસંગે વર્ષ 2024 માટે તેની સ્માર્ટ ટીવી લાઇન અપ રજૂ કરી છે. આ વખતે કંપનીએ AI સંચાલિત સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. કંપની આ ટીવીને અલગ અલગ સ્ક્રીન સાઇઝમાં રજૂ કરી રહી છે. તેની સાથે બ્રાન્ડે ટ્રાન્સપેરેન્ટ ડિસ્પ્લે પણ બતાવી છે. તેમાં માઇક્રો LED ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉપરાંત કંપનીએ 8K રિઝલ્યુશનવાળું પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે. આ પ્રોડક્ટ વાયરલેસ કનેક્ટિવિટી સાથે આવે છે. Samsung Neo QLED TV સિરિઝમાં કંપનીએ ઘણાં ફિચર્સ ઉમેર્યા છે.

Samsung Neo QLED TVની ખાસિયત

Neo QLED TV સિરીઝમાં કંપનીએ સેમસંગનું લેટેસ્ટ NQ8 AI Gen3 પ્રોસેસર આપ્યું છે. આમાં ઉપયોગ લેવાયેલું NPU પાછલા વર્જનની સરખામણીએ બેગણું ફાસ્ટ છે. જ્યારે વર્ષ 2024માં સેમસંગે OLED TVsમાં S95D પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટીવી 77 ઈંચ સુધી સાઇઝમાં ઉપલબ્ધ હશે. જે પાછલા વર્જન કરતા 20 ટકા વધુ બ્રાઇટ હશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ટીવી સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. તેમાં OLED ડિસ્પ્લે મળશે, જે ગ્લેયર ફ્રી ટેક્નોલોજી સાથે આવશે. ડે લાઇટમાં તે સ્ક્રીન કલર્સને પ્રિજર્વ કરે છે અને રિફ્લેક્શનને ઓછું કરે છે. તે સિવાય સેમસંગએ S90D અને S85Dને 42 ઈંચ થી 83 ઈંચ સુધી અલગ અલગ સાઇઝમમાં લોન્ચ કર્યા છે.

ટીવીમાં મળશે AI ફિચરની મજા

સ્માર્ટ ટીવી Air Infinity ડિઝાઇન સાથે આવશે. તેની જાડાઈ માત્ર 12.9 મીમી હશે. આ સિરીઝમાં AI સંબંધિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે વ્યુઇંગ એક્સપિરિયન્સને શાનદાર બનાવશે. આ ટીવી 8K AI અપસ્કેલિંગ પ્રો ફિચર સાથે આવશે. તે સિવાય AI Motion Enhancer Pro અને Depth Enhancer Pro જેવા ફિચર્સ મલશે.

આ ડિવાઇસમાં Tizen OS 2024 મળશે. જે સેમસંગ ગેમિંગ હબ એક્સેસરીઝ, મોબાઈલ સ્માર્ટ કનેક્ટ, મલ્ટી કન્ટ્રોલ, 360 ઓડિયો અને બીજા અન્ય ફિચર્સ સાથે આવશે. તેમાં ઓડિયો સબટાઇટલનું ફિચર મળશે, જે AIનો ઉપયોગ કરી તમને વસ્તુઓને એક્લપ્લેઇન કરશે.

આ પણ વાંચો : ભરશિયાળે અષાઢી માહોલ, જાણો ક્યાં પડ્યો વરસાદ

સેમસંગએ આ પ્રોડક્ટસ્ સાથે પોતાની ટ્રાન્સપેરેન્ટ ડિસ્પ્લે રજૂ કરી છે. જોવામાં આ ડિસ્પ્લે મોટા કાચના ટુકડા જેવી લાગે છે. હકીકતમાં તેમાં માઇક્રો LED ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સપેરેન્ટ માઇક્રો LED ક્લિઅર પિક્ચર પ્રોડ્યુસ કરે છે. તે સિવાય કંપનીએ Premiere 8K પ્રોજેક્ટર લોન્ચ કર્યું છે.