ટ્રોલર્સે પબ્લિસિટી સ્ટન્ટ ગણાવતા Poonam થઈ લાલઘુમ, જાણો શું કહ્યું?

ખબરી ગુજરાત મનોરંજન

Poonam Pandey News : પૂનમ વિડિયોમાં કહે છે, કે જે પણ લોકો મને ‘ઇનસેન્સિટિવ’ ગણાવી રહ્યાં છે. તે તમામને હું કહેવા માંગુ છું કે મારી માંને કેન્સર હતુ. ગળામાં કેન્સર થયું હતુ. તેની સારવાર થઈ અને તે ઠીક છે. કેન્સરનું દર્દી મે મારા ઘરમાં જોયું છે.

આ પણ વાંચો : World Cancer Day : કેન્સરના જોખમથી બચવા માંગો છો?

PIC – Social Media

Poonam Pandey News : એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)એ જ્યારથી પોતાના મોતની મજાક બનાવીને રાખી છે. ત્યારેથી તે ટ્રોલર્સના નિશાના પર છે. લોકો તેને ‘ઇનસેન્સિટિવ’, ‘શરમજનક’ અને ‘પબ્લિસિટી સ્ટંટ’, ‘ચીપ પિઆર’ કરવાને લઈ સાચુ ખોટુ સંભળાવી રહ્યાં છે. ત્યારે એક્ટ્રસે સામે આવી ટ્રોલર્સને જવાબ આપ્યો છે. જેમાં તે કહે છે કે તેણે કોઈ પબ્લિસિટી માટે આ બધુ નથી કર્યું. અને તેની મેનેજરનો આમાં કોઈ વાંક નથી.

પૂનમનો વિડિયો વાયરલ

પૂમન વિડિયોમાં કહે છે કે “જે પણ લોકો ઇનસેન્સિટિવ ગણાવી રહ્યાં છે. હું એ બધાને કહેવા માંગુ છું કે મારી માં કેન્સરની દર્દી હતી. તેના ગળામાં કેન્સર હતુ. તેની સરવાર થઈ અને હવે તે ઠીક છે. કેન્સરના દર્દીને મે મારા ઘરમાં જોયું છે. તે કેટલુ ખરાબ અને ખતરનાક હોય શકે છે. તે હું સારી રીતે જાણું છું. જે મે કર્યું તેના દ્વારા હું માત્ર કંઈક સારો સંદેશ આપવા માંગતી હતી એ પણ બધાના ભલા માટે.”

“કેન્સર એક એવી બિમારી છે. જે ઘણી મહિલાઓનો જીવ લઈ ચૂકી છે. 3 ફેબ્રુઆરી બપોરે જે મે લાઇવ સેશન કર્યું. તેમાં મે સ્પષ્ટ રીતે કહ્યું કે આ માટે કોઈને કે કોઈની પણ પાર્ટીને આમાં રૂપિયા મળ્યાં નથી. કોઈ દવાની કંપની આમાં ઇન્વોલ નથી. ન તો કોઈને રૂપિયા આપવામાં આવ્યા છે. મે માત્ર એક મહિલા સાથે મળીને પ્રમોશન કર્યું છે એ પણ માત્ર અને માત્ર જાગરુકતા ફેલાવવા માટે બીજો કોઈ આશય નહોતો.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

“જે લોકોને સર્વાઇકલ કેન્સર (Cervical cancer) વિશે ખબર નહોતી, આ પ્રમોશનથી તેઓને તેના વિશે જાણવા મળ્યું. લોકો ગૂગલ કરી રહ્યાં છે. સર્વાઇકલ કેન્સર વિશે વાંચી રહ્યાં છે. આજના સમયે આ ટોપિક ટ્રેન્ટ કરી રહ્યો છે. મને ઘણાં બધા મેસેજ આવી રહ્યાં છે. જ્યા મહિલાઓ મને જણાવી રહી છે, કે તે પોતાની વેક્સિન લઈ રહી છે. મે આ બધુ પબ્લિસિટી માટે નથી કર્યું. મને પબ્લિસિટીની જરૂર પણ નથી. જ્યારે મે આવું કરવાનું વિચાર્યુ ત્યારે મને ખબર હતી કે આ પ્રકારની નિંદાઓ મારે સહન કરવી પડશે. છતા પણ મે કર્યું. કેમ કે હું તેને સારા માટે કરવા માંગતી હતી. તમે લોકોએ જ્યારે મારા મોત વિશે સાંભળ્યુ ત્યારે તમે બધા સર્વાઇકલ કેન્સર વિશે વાત કરી રહ્યાં હતા. અને જ્યારે તમને લોકોને ખબર પડી કે હું જીવિત છું તો તમે લોકોએ મને જ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

“જો તમે લોકો સર્વાઇકલ કેન્સર વિશે પહેલેથી જાણતા હોત તો મારે આ બધુ કરવાની જરૂર પડત નહિ. અને હા, મારી પીઆરનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી”. તેની સાથે જ પૂનમે હાથ જોડ્યા અને વિડિયો પૂરો કર્યો.

જણાવી દઈએ કે પૂનમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એડવોકેટ કાશિફે ઘણી આઈપીસી કલમો અંતર્ગત પોલસ પાસે એફઆઈઆર કરવાની માંગ કરી છે.