15 એપ્રિલ સુધીમાં એરટેલ, જિયો અને Viની આ સર્વિસ થશે બંધ

ખબરી ગુજરાત બિઝનેસ

Call Forwarding: જો તમે પણ સ્માર્ટફોનો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. આપને જણાવી દઈએ કે કોલ ફોરવર્ડિંગની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટીઓઆઈના અહેવાલ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે રિલાયન્સ જિયો, એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi)ને આદેશ જાહેર કર્યો છે. હવે કોલ ફોરવોર્ડિંગને એક્ટિવેટ કરવા માટે *401# જેવા USSD કોડ્સનો ઉપયોગ બંધ થઈ જશે. આ ફેરફાર 15 એપ્રિલ 2024થી લાગુ થશે.

આ પણ વાંચો – તાઇવાનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ, જાણો તીવ્રતા

PIC – Social Media

જણાવી દઈએ કે USSD (Unstructured Supplementary Service Data) કોડ શોર્ટ કોડ છે, જેને ડાયલ કરી ફોન બેલેન્સ અને IMEI નંબર જેવી વસ્તુઓ વિશેની માહિતી દર્શાવે છે. ઘણી સેવાઓ આ કોડ્સ સાથે સક્રિય અથવા નિષ્ક્રિય પણ કરવામાં આવે છે. આ કોડ્સ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી છે, પરંતુ DoT અનુસાર, આ કોડ્સ દ્વારા સાયબર ક્રિમિનલ ઓનલાઈન સ્કેમ અને મોબાઈલ ફોન સંબંધિત ક્રાઇમ કરી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યારે આવ્યો ઓર્ડર

DoT એ 28 માર્ચે આપેલા આદેશમાં કહ્યું છે કે તેને જાણવા મળ્યું છે કે USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સુવિધા એટલે કે *401# સેવાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, DoT એ 15 એપ્રિલ, 2024 થી આગામી આદેશો સુધી આ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે વપરાશકર્તાઓએ યુએસએસડી આધારિત કૉલ ફોરવર્ડિંગ સક્રિય કર્યું છે તેમને અન્ય માધ્યમો દ્વારા કૉલ ફોરવર્ડિંગને ફરીથી સક્રિય કરવા માટે કહેવામાં આવશે જેથી ખાતરી કરવામાં આવે કે વપરાશકર્તાની સંમતિ વિના સેવા સક્રિય થઈ નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ટેલિકોમ કંપનીઓની જવાબદારી

કૉલ ફોરવર્ડિંગ માટે યુએસએસડી કોડનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓએ આ સેવાને ફરીથી સક્રિય કરવા માટે 15 એપ્રિલ પછી નવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. યુઝર્સને કોલ ફોરવર્ડિંગ એક્ટિવેટ કરવાનો બીજો વિકલ્પ પૂરો પાડવાની જવાબદારી ટેલિકોમ કંપનીઓની રહેશે. આ ફેરફાર સાથે સરકાર ખોટા કોલ ફોરવર્ડિંગ પર અંકુશ લગાવીને યુઝર્સની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ઓનલાઈન હેકર્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન યુઝર્સના ફોન પર મળતા OTP અથવા અન્ય વેરિફિકેશન કોલને એક્સેસ ન કરી શકે.