ફોરેન નહિ આ આપણું અમદાવાદ છે, જુઓ બુલેટ ટ્રેન ટર્મિનલની શાનદાર ઝલક

ખબરી ગુજરાત ગુજરાત રાષ્ટ્રીય

Ahmedabad Bullet Train Terminal : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં નિર્માણાધિન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ (Bullet Train Terminal)નો વિડિયો સોશિયલ મીડિયા પર શેઅર કર્યો છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરને કામગીરી પૂરોજોશમાં ચાલી રહી છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન (Bullet Train) ઓગસ્ટ 2026માં સંચાલિત થાય તેવું અનુમાન છે.

આ પણ વાંચો : 8 Dec 2023 nu Rashifal સૌથી સટીક ભવિષ્યવાણી

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં દેશના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે આધુનિક સ્થાપત્યની ઝલક જોવા મળે છે. રેલ્વે મંત્રીએ લખ્યું, ‘ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટેનું ટર્મિનલ!’ સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ, અમદાવાદની એક ઝલક જુઓ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલ ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના મુસાફરોને સેવા આપશે, જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. તેના પર એરપોર્ટ જેવા ઝળહળતા લાઉન્જની સાથે વાહનો માટેના માર્ગો પણ છે. આ એક જગ્યા પર બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, BRTS, ભારતીય રેલ્વે ભેગા થશે, જેના કારણે મુસાફરોની આગળની મુસાફરી ખૂબ જ આરામદાયક રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના તત્કાલિન પીએમ શિન્ઝો આબે સાથે મળીને આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરનું અંતર છે. બુલેટ ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈની યાત્રા 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિકલાક સુધી જઈ શકે છે. આ પ્રોજેક્ટમાં ટનલ અને દરિયાઈ માર્ગોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 1 લાખ 8 હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જાપાને આમાંથી 81% નાણા આપ્યા છે અને આ લોન કંપની દ્વારા 0.1 ટકા પ્રતિ વર્ષના દરે ભારત પાસેથી લેવામાં આવશે.

આ પણ વાંચો : RBI MPC Meeting: RBI ગવર્નર 8 ડિસેમ્બરે નાણાકીય નીતિની જાહેરાત કરશે

મહત્વનું છે કે અશ્વિની વૈષ્ણવ દ્વારા શેઅર કરવામાં આવેલા વિડિયોમાં સાબરમતી ટર્મિનલ ફોરેન કન્ટ્રીને ટક્કર મારે એવું છે. ટર્મિનલની અંદર અને બહારનો નજારો મનમોહિત કરી મુકે તેવો છે. આ ટર્મિનલમાં દેશના સાંસ્કૃતિક અને આધુનિક વારસાની ઝલક જોવા મળી રહી છે. ટર્મિનલને જોતા લાગે છે કે કોઈ ફોરેન કન્ટ્રીનો વિડિયો હોય.