Jagdish, Khabri Media Gujarat
Junagadh Girnar Parikrama : આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માં લાખો યાત્રિકો (Pilgrims) ઉમટશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ (Parikram Rout) પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અને હવે આજથી એટલે કે 22 નવેમ્બરથી વિવિધ સેવાઓ માટે ફરજ સોંપવામાં આવશે.
આ પણ વાંચો : Girnar Parikrama : પરિક્રમા દરમિયાન આટલું ધ્યાન રાખશો તો નહિ થાવ હેરાન
કલેક્ટર અનિલ રાણા વસિયાએ આજે કલેકટર કચેરી ખાતે પરિક્રમા સાથે જોડાયેલા તમામ વિભાગોના કચેરીઓના વડા સાથે તેમની કચેરીની ટીમ સાથેની કામગીરી સ્ટાફની નિયુક્તિ અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.
મેડિકલ સેવા માટે સજ્જડ વ્યવસ્થા કરાઈ
કલેકટરે ખાસ કરીને મેડિકલ સેવા સાથે જોડાયેલા સ્ટાફને દર અડધો કિલોમીટરે તબીબ ન હોય તો પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહે તે માટે સુચના આપી હતી. આ સિવાય પૂરતો દવાનો જથ્થો મળી રહે, રૂટના પડાવ ખાતેના દવાખાનાઓમાં તબીબની સેવા સાથે ઈમરજન્સી સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવા અને રૂટ પર નિયત સ્થળના હંગામી દવાખાનાઓ 24 કલાક ચાલુ રહે તે માટે જરૂર પડે વધારે સ્ટાફની નિયુક્તિ કરવા સૂચના આપી હતી.
ગિરનાર પર અંબાજી ખાતે પણ તબીબી સ્ટાફ અને દવા અને પેરા મેડિકલ ના સ્ટાફ સાથે મેડિકલ સેવા ઉપલબ્ધ થશે.
ભવનાથમાં નાકોડા ખાતે આઇસીયુ અને એક ફિઝિશિયન સાથે મેડિકલ સ્ટાફ સેવા આપશે સિવિલ હોસ્પિટલ ખાતે પણ રાઉન્ડ ક્લોક ફિઝિશિયન સાથે પરીક્રમાર્થીઓને સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રાળુઓને જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવા તંત્ર કટિબદ્ધ
પરિક્રમાં રૂટ પર પીવાના પાણીની સુવિધા, જનરેટર તેમજ પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત, વન વિભાગ દ્વારા પણ દેખરેખ અને કામગીરી આ ઉપરાંત આગ ન લાગે તે માટે જરૂરી વ્યવસ્થા ઉપરાંત આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો મળી રહે- દૂધ પૂરતું મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિક્રમમાં સ્વચ્છતા જાળવવા જન જાગૃતિ અભિયાન
ચાલુ વર્ષે પરિક્રમામાં સ્વચ્છતા રાખવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ જન જાગૃતિ માટે અભિયાન ચલાવ્યું છે. જેમાં એસટી તેમજ મહાનગરપાલિકા અને અન્ય વિભાગોના કર્મચારીઓ પણ યાત્રિકોને ગિરનાર સ્વચ્છ રહે તે માટે અપીલ કરશે. અન્નાક્ષેત્રો ના સ્વયંસેવકો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ જમણવારનો કચરો પાછળના ભાગમાં ડમ્પિંગ એકત્ર કરે અને જરૂરી દેખરેખ રાખે તે માટે કલેક્ટરએ ખાસ અનુરોધ કર્યો છે.
એસટી બસ સ્ટેશનથી ભવાનાથ સુધી 60 બસ શરૂ કરાઇ
યાત્રાળુઓની પરિવહન સેવા માટે એસટી વિભાગે સેવાઓને વિસ્તારી છે. તેમજ રેલવે વિભાગનું પણ સંકલન છે. ભવનાથથી બસ સ્ટેશન સુધી 50ના બદલે 60 બસ તેમજ વધારાનું એક પીકઅપ સેન્ટર રેલવે સ્ટેશન પર ટ્રેનના સમય પ્રમાણે ત્યાં બસ પાર્ક રહે તેવું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Junagadh: ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે આ જગ્યાએ કરવામાં આવી છે, પાર્કિંગની વ્યવસ્થા
જૂનાગઢ થી ભવનાથ વચ્ચે ટ્રાફિક ન થાય તે માટે જરૂરી પાર્કિંગ વ્યવસ્થાઓ અને લોકોને વાહન ચાલકોને પાર્કિંગની માહિતી મળી રહે તે માટે સંબંધિત એજન્સીઓને સુચના આપવામાં આવી હતી. અન્ન ક્ષેત્ર, આશ્રમો, ભંડારા સંસ્થાઓને સમયસર પાસ મળી જાય તે માટે પણ કલેકટરે જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી પી.જી પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા તેમજ મહાનગરપાલિકા, સિવિલ હોસ્પિટલ પંચાયત આરોગ્ય શાખા, પાણી પુરવઠા બોર્ડ, પીજીવીસીએલ, વન વિભાગ, આરટીઓ, એસ.ટી રેલવે, પોલીસ, સહિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.