અલગ અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે મકરસંક્રાતિ પર્વ

ખબરી ગુજરાત ધર્મ

Makar Sankranti : ભારતમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને દેશના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે તેમજ તેની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો : જાણો, ગુજરાત કોંગ્રેસના નેતા જ કેમ કરી રહ્યાં છે પાર્ટીનો વિરોધ?

PIC – Social Media

આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ (Makar Sankranti) તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પહોંચશે ત્યારે ખરમાસ પણ સમાપ્ત થઈ જશે અને તમામ શુભ કાર્યો શરૂ થઈ જશે. મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાન, દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિને જીવનની તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ તહેવારની વિશેષતા એ છે કે તેને સમગ્ર ભારતમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉત્તરાયણ, ગુજરાત (Uttarayan, Gujarat)

ગુજરાતમાં લોકો સંક્રાંતિનો તહેવાર ઉત્તરાયણ તરીકે ઉજવે છે. આ તહેવાર નિમિત્તે ગુજરાત તેના ‘કાઇટ ફેસ્ટિવલ’ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સવારની પ્રાર્થના પછી, લોકો તેમના ધાબા પર જાય છે અને પતંગ ઉડાવે છે. આ સમય દરમિયાન તમને દરેક જગ્યાએ “કાઈ પો છે” નો અવાજ સંભળાશે. આ ઉપરાંત લોકો શિયાળાના શાકભાજીમાંથી બનાવેલ ઉંધીયુ અને તલ અને માંડવીમાંથી બનાવેલી ચીક્કી જેવી વાનગીઓની જયાફત માણે છે.

લોહરી અને માઘી, પંજાબ અને હરિયાણા (Lohri, Punjab)

પંજાબ અને હરિયાણામાં નવા પાકના સ્વાગત માટે લોહરી પર્વના રૂપે મકરસંક્રાંતિની (Makar Sankranti) ઉજવણી કરવામાં આવે છે. પંજાબમાં મકરસંક્રાંતિને માઘી તરીકે ઉજવવામાં આવે છે. માઘીના દિવસે વહેલી સવારે નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે, તલના તેલથી દીવો પ્રગટાવવામાં આવે છે કારણ કે તે સમૃદ્ધિ આપે છે અને બધા પાપોને દૂર કરે છે. માઘી પર શ્રી મુક્તસર સાહિબ ખાતે એક મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાંગડા અને ગીદ્દા કરવામાં આવે છે, ત્યારબાદ દરેક બેસીને ખીચડી, ગોળ અને ખીર ખાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પોંગલ, તમિલનાડુ (Pongal, Tamil Nadu)

તમિલનાડુમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) પોંગલ તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં પોંગલની ચાર દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ દિવસ ભોગી પોંગલ, બીજો દિવસ સૂર્ય પોંગલ, ત્રીજો દિવસ મટ્ટુ પોંગલ અને ચોથો દિવસ કન્યા પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આવા પ્રસંગોએ ચોખાની વાનગીઓ પિરસવાનો, રંગોળી કરવાનો અને ભગવાન કૃષ્ણની પૂજા કરવાનો રિવાજ છે.

તલ સંક્રાતિ, બિહાર (Tal Sankrati, Bihar)

બિહારમાં મકરસંક્રાંતિના (Makar Sankranti) પર્વને તલ સંક્રાતિ કે દહીં ચૂરાના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો અડદની દાળ, તલ અને ચોખાનું દાન કરે છે.

બિહુ, આસામ (Bihu, Assam)

મકરસંક્રાંતિ (Makar Sankranti) આસામમાં બિહુ તરીકે ઉજવવામાં આવે છે અને આસામી નવા વર્ષની શરૂઆત પણ કરે છે. આ દિવસે લોકો ધોતી, ગામોસા અને સદર મેખલા જેવા પરંપરાગત વસ્ત્રો પહેરે છે. આ સાથે તેઓ પરંપરાગત લોકગીતો અને નૃત્ય કરીને પણ ઉજવણી કરે છે.

આ પણ વાંચો : Makarsankrati: 70 વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ અદભૂત સંયોગ, ઘરમાં આવશે સમૃદ્ધિ

પશ્ચિમ બંગાળ (West Bengal)

પશ્ચિમ બંગાળમાં આ તહેવાર પર ગંગાસાગર પર વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારના દિવસે સ્નાન કર્યા બાદ તલનું દાન કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે યશોદાજીએ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે વ્રત રાખ્યું હતું. ઉપરાંત, આ દિવસે માતા ગંગા ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં થઈ ગંગાસાગરમાં મળ્યાં હતા.

મકર વિલક્કુ, કેરળ (Makar Vilakku, Kerala)

કેરળમાં મકરસંક્રાંતિને મકર વિલક્કુ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે મકર જ્યોતિ સબરીમાલા મંદિર પાસે આકાશમાં દેખાય છે, ત્યારે લોકો તેના દર્શન કરે છે.

ઈલુ બિરોધુ, કર્ણાટક (Elu Birodhu, Karnataka)

કર્ણાટકમાં સંક્રાંતિ ‘ઈલુ બિરોધુ’ નામની ધાર્મિક વિધિ સાથે ઉજવવામાં આવે છે. જ્યાં મહિલાઓ ઓછામાં ઓછા 10 પરિવારો સાથે ઈલુ બેલા (તાજી કાપેલી શેરડી, તલ, ગોળ અને નાળિયેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી પ્રાદેશિક વાનગીઓ)ની વહેંચણી કરે છે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, જાણો શું છે પ્લાન

આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)

તેવી જ રીતે, આંધ્રપ્રદેશમાં, સંક્રાંતિનો તહેવાર ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં લોકો જૂની વસ્તુઓ ફેંકી દે છે અને નવી વસ્તુઓ લાવે છે. ખેડૂતો તેમના ખેતરો, ગાયો અને બળદની પૂજા કરે છે અને વિવિધ વાનગીઓ ખાવા અને ખવડાવામાં આવે છે.