વર્લ્ડ રેકોર્ડ બનાવનાર બોલીવુડ સિંગરનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

ખબરી ગુજરાત મનોરંજન

Mallika Rajput Suicide: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂતને (Mallika Rajput) પોતાના સુલ્તાનપુર સ્થિત ઘરમાં શંકાસ્પદ રીતે મૃતહાલતમાં મળી આવી છે. પોલીસ અનુસાર વિજય લક્ષ્મીનો મૃતદેહ તેના ઘરે પંખા સાથે લટકેલો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : જાણો, રોજગારીની શું છે સ્થિતિ, રોજગાર મંત્રીએ આપી માહિતી

PIC – Social Media

Mallika Rajput Suicide: મલ્લિકા રાજપૂત સુલતાનપુરના સીતાકુંડ વિસ્તારની રહેવાસી હતી. તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. પરંતુ તે લાંબા સમયથી અહીં સુલતાનપુરમાં હતી. મલ્લિકાએ ગાયક શાન અને કંગના રનૌત સાથે કામ કર્યું હતું. રિવોલ્વર રાની ફિલ્મમાં કંગના સાથે સ્ક્રીન શેર પણ કરી હતી. આ સિવાય 2 વેબ સિરીઝ કરી છે અને 600 થી વધુ ગઝલો ગાય છે. તેણે જગજીત સિંહ અને અનુપ જલોટા સાથે પણ કામ કર્યું હતું.

પંખા સાથે લટકેલો મળ્યો મૃતદેહ

40 વર્ષની મલ્લિકા તેના માતા-પિતા સાથે રહેતી હતી. માતા સુમિત્રા સિંહે જણાવ્યું, કે ગત સોમવારે રાત્રે તેની પુત્રી સાથે ઝઘડો થયો હતો. આ પછી અમે બધા રૂમમાં સુઈ ગયા. મલ્લિકાએ પણ રૂમ બંધ કરી દીધો. માતાએ જણાવ્યું કે જ્યારે તે સવારે ઘણા સમય સુધી જાગી ન હતી તો તેઓ તેના રૂમમાં ગયા હતા. ત્યાં દરવાજો બંધ હતો.

મેં બારીમાંથી અંદર જોયું તો મલ્લિકાનો મૃતદેહ લટકતો જોયો. આ જોઈને તે ડરી ગઈ. ઘરમાં હાજર મલ્લિકાના પિતા બબ્બન સિંહ પણ દોડી આવ્યા હતા. તેઓએ તરત જ મૃતદેહને ગાળિયામાંથી નીચે ઉતાર્યો. પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

મલ્લિકાના મૃત્યુથી ઘરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાસ્થળે સ્થાનિક લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. કોતવાલી શહેરના પ્રભારી શ્રીરામ પાંડેએ જણાવ્યું કે આ મામલો આત્મહત્યાનો હોય તેવું લાગી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

મલ્લિકાના મૃત્યુ બાદ તેની માતા ભારે આઘાતમાં છે. માતાના કહેવા મુજબ પુત્રી મુંબઈમાં રહેતી હતી. તે યુટ્યુબ પર પણ હતી. તેણે મુંબઈમાં પ્રદીપ શિંદે જનાર્દન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ થોડો વિવાદ થયો હતો. આ પછી, તે મોટાભાગનો સમય તેના પરિવાર સાથે સુલતાનપુરમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે મલ્લિકાના વૈવાહિક જીવનમાં પણ તણાવ હતો. જેના કારણે તે પરેશાન રહેતી હતી. હાલમાં મલ્લિકાના મૃત્યુથી બધા આઘાતમાં છે.

વર્ષ 2016માં ભાજપ સાથે જોડાઈ

મલ્લિકા રાજપૂત વર્ષ 2016માં ભાજપ સાથે જોડાઈ હતી. તે વખતે તેઓએ કહ્યું હતુ કે તેને એક ઈમાનદાર પાર્ટીની જરૂર હતી. તેથી ભાજપમાં આવવાનો નિર્ણય લીધો. એટલુ જ નહિ, મલ્લિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘શાસક’ નામનુ પુસ્તક પણ લખ્યું છે. મલ્લિકાના પરિવારમાં તેના માતા પિતા, 3 ભાઈ અને એક બહેન છે.

પાડોશીઓએ જણાવ્યું કે મલ્લિકા રાજનીતિમાં (Mallika Politics) કરિયર બનાવવા માંગતી હતી. જેના કારણે તેઓ ભાજપમાં જોડાયા હતા. પરંતુ થોડા જ દિવસોમાં તેમને રાજનીતિ પરથી મોહભંગ થઈ ગયો. ત્યારબાદ તે પાર્ટીથી અલગ થઈ ગઈ અને જાહેર કાર્યક્રમોમાં પણ જોવા ન મળી. મલ્લિકાએ 2014ની લોકસભા ચૂંટણીમાં અભિનેતા રવિ કિશન સાથે પ્રચાર પણ કર્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

મલ્લિકા CA બનવા માંગતી હતી

મલ્લિકા શરૂઆતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતી હતી. તે સીએસનો અભ્યાસ કરવા દિલ્હી ગઈ હતી. પરંતુ અભિનયના શોખને કારણે તે દિલ્હીથી મુંબઈ આવી ગઈ. આ પછી તેણે ધીરે ધીરે સિંગિંગ અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. એક સમયે તેની કારકિર્દી સારી હતી. પરંતુ ધીમે ધીમે કરિયરનો ગ્રાફ ફરીથી નીચે ગયો. આ પછી મલ્લિકા તેના પરિવાર સાથે સુલતાનપુર શિફ્ટ થઈ ગઈ.

એક્ટ્રેસ કંગના સાથે પણ કર્યુ કામ

મલ્લિકા રાજપૂતે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) સાથે પણ કામ કર્યું હતું. તે કંગના સાથે રિવોલ્વર રાની ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. શાન સિવાય મલ્લિકાએ 2013માં જાવેદ અલી માટે 1.25 કલાકનું ગીત ‘તેરી અખિર’ લખ્યું હતું. આ માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું. આ સિવાય હંસરાજ હંસનું ‘એક ઈશારા’ નામનું આલ્બમ પણ બહાર આવ્યું છે. વર્ષ 2001માં મલિકા-એ-સુલ્તાનપુરીનું બિરુદ મળ્યું.