ઉત્તરાખંડમાં ભયંકર દુર્ઘટના, 8 લોકોના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Uttarakhand Accident : ઉત્તરાખંડના નૈનિતાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

Uttarakhand Accident : ઉત્તરાખંડના નૈનિતાલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક મેક્સ ગાડી ખીણમાં ખાબકી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. દુર્ઘટના સોમવારે મોડી રાતે નૈનિતાલના વેતાળઘાટ વિસ્તારમાં સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જણાવાઈ રહ્યું છે કે ગાડીમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. દુર્ઘટનાની જાણ થતા થોડી જ વારમાં પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મૃતકોના નામ

વિશમાર ચૌધરી (ઉંમર 50)
ધીરજ (ઉંમર 45)
અંતરામ ચૌધરી (ઉંમર 40)
વિનોદ ચૌધરી (ઉંમર 38)
ઉદય રામ ચૌધરી (ઉંમર 55)
તિલક ચૌધરી (ઉંમર 45)
ગોપાલ બસનિયત (ઉંમર 60)
રાજેન્દ્ર કુમાર નિવાસી વેતાળઘાટ, નૈનિતાલ

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોની ઓળખ શાંતિ ચોધરી, છોટુ ચૌધરી અને પ્રેમ બહાદુર જિલ્લો કટિહાર તરીકે થઈ છે.

નોંધનીય છે કે ઉત્તરાખંડના ટિહરીમાં થોડા દિવસો પહેલા પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. આ માર્ગ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. જિલ્લાના ગજા તાલુકાના દુવાકોટી પાસે એક ટાટા સુમો દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. વાહનમાં ડ્રાઇવર સહિત 11 લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે એક ઘાયલનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બે કાબુ ટાટા સુમો કાર ખીણમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી.