Surat : 7 વર્ષના બાળક પર ફરી વળી કાર, જુઓ CCTV

Surat News : સુરતમાં રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર કાર ફરી વળી હતી. પરંતું આપને જાણીને નવાઈ લાગશે કે બાળક પરથી લક્ઝુરિયસ કાર પસાર થયા બાદ પણ બાળકનો ચમત્કારિ બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Continue Reading

બેસતા વર્ષે માઠી બેસી, બે દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં

Gujarat Accident News : નવું વર્ષ બેસતા જ જાણે માઠી બેઠી હોય તેમ અલગ અલગ જગ્યાએ બે અમંગળ ઘટનાઓ સામે આવી હતી. જેમાં એક અકસ્માતમાં 3 યુવકો જ્યારે સુરતમાં બનેલી એક દુર્ઘટનામાં 4 કામદારોના મોત થયા છે. દેહગામ-બાયડ રોડ પર ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં 3 ભાઈઓના મોત થયા હતા. જ્યારે સુરતના પલસાણામાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલા 4 કામદારોના ગુંગળાઈ જવાથી મોત થયા હતા.

Continue Reading

મુજફ્ફરનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ભયંકર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી કારનું પડીકુ વળી ગયું હતુ. અકસ્માત બાદ રોડ રક્તરંજિત થઈ ગયો હતો. આ ઘટના છપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રામપુર ચોકડીની છે.

Continue Reading

રોડ મારા બાપનો…, નશામાં ધૂત નબીરાએ ફરી સર્જ્યો અકસ્માત

અમદાવાદમાં ફરી તથ્યકાંડ થતાં થતાં રહી ગયો હતો. અમદાવાદના સિંધુભવન રોડ પર ટોપ સ્પીડે કાર દોડાવી નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યાની આસપાસ નબીરાઓ બે લક્ઝુરિયસ કાર વચ્ચે રેસિંગ કરી હાઈવેને રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો.

Continue Reading

UP Accident : બંધ બસ પાછળ ટ્રક ઘૂસી ગઈ, 6 લોકોના મોત

UP Accident : ઉત્તર પ્રદેશના ગોરખપરમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોરખપુર-કુશીનગર હાઇવે પર ઊભેલી બસને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને અધિકારઓ ઘટના સ્થળે પહોંચી ઘાયલોનું રેસ્કયુ કરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

Continue Reading