ટી20 ક્રિકેટમાં ચમક્યો સૂર્યા, બીજીવાર મળ્યું આ સન્માન

ખબરી ગુજરાત રમતગમત

Suryakumar Yadav : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડંકો વગાડ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સૂર્યકુમારની ટી20 ક્રિકેટ ઓફ ધ યર માટે પસંદગી કરી છે. સૂર્યાએ સતત બીજીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચો : અમેરિકાએ ઘાતક બોમ્બરના પ્રોડક્શનને આપી મંજૂરી

PIC – Social Media

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે ફરીવાર ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (T20 International Cricket) ડંકો વગાડી દીધો છે. ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલે (ICC) સૂર્યકુમાર યાદવને ટી20 ક્રિકેટર ઓફ ધ યરના (T20 International Of the Year) ખિતાબ માટે પસંદ કર્યો છે. આપને જણાવી દઈએ કે આ ખિતાબ સૂર્યાને બીજીવાર મળી રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે સતત બીજીવાર ટી20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. આઈસીસી દ્વારા આ વખતે 2023 માટે સૂર્યાને ટી20 ઈન્ટરનેશનલ બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સૂર્યકુમારે 2022માં પણ આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ એવોર્ડની રેસમાં સૂર્યકુમાર સિવાય જિમ્બાબ્વેના સિકંદર રજા, ન્યૂઝીલેન્ડના માર્ક ચેપમેન અને યુગાન્ડાનો અલ્પેશ રમજાની પણ રેસમાં હતા. પરંતુ સૂર્યકુમારે પોતાના પ્રદર્શનના જોરે આ ત્રણેય ખેલાડીને પાછળ છોડ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

2023માં સૂર્યાએ ટી20 ઇન્ટરનેશન મેચોની 17 ઈનિંગ્સમાં 733 રન બનાવ્યા. તે દરમિયાન તેની સરેરાશ 48.86 રહી હતી. જ્યારે સૂર્યાએ આ વર્ષે 155.95ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આ પ્રદર્શનના જોરે સૂર્યકુમાર યાદવે સતત બીજીવાર ખિતાબ પોતાના નામે કર્યો છે.

2023ની શરૂઆત સૂર્યકુમાર યાદવ માટે સારી રહી નહોતી. તેઓએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી મેચમાં 7 રન બનાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેઓએ પછીના બે મુકાબલામાં 51 (36) અને 112* (51) રનોની ઇનિંગ રમી. ત્યાર બાદ સૂર્યાનુ પ્રદર્શન સતત સુધરતુ ગયું તેઓએ દરેક ટીમ વિરુદ્ધ રનોનો વરસાદ કર્યો. તેના કારણે જ તેની બેસ્ટ ક્રિકેટર તરીકે પસંદગી થઈ છે.