છેલ્લા કેટલાક દિવસોમાં શેહલા રશીદ (Shehla Rashid) મોદી સરકારની પ્રશંસા (Praises Pm Modi) કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂ

મોદી સરકારની કટ્ટર ટીકાકાર Shehla Rashid બની પીએમ મોદીની પ્રશંસક, જાણો કેમ

ખબરી ગુજરાત રાજકારણ

Dinesh Rathod, Gujarat, Khabri media
Gujarat: છેલ્લા કેટલાક દિવસોમાં શેહલા રશીદ (Shehla Rashid) મોદી સરકારની પ્રશંસા (Praises Pm Modi) કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય એકદમ સાચો હતો. આજે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. શેહલાએ ફરી એકવાર કાશ્મીરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ગાઝા નથી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

છેલ્લા દસ વર્ષમાં પીએમ મોદી વિરુદ્ધ ઝેર ફૂંકનારા ઘણા લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન (JNU)ની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ જેવા ઘણા લોકો આજે પીએમ મોદીના પ્રશંસક બની ગયા છે.

ગત દિવસોમાં શેહલા રશીદે મોદી સરકારની પ્રશંસા હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય એકદમ સાચો હતો. આજે કાશ્મીરમાં શાંતિનો માહોલ છે.

શેહલાએ ફરી એકવાર કાશ્મીરને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કાશ્મીર ગાઝા નથી.

શેહલા રશીદે ખાનગી ન્યૂઝ એજન્સી સાથે આ મામલે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ”કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે તેઓ પીએમ મોદી અને અમિત શાહ (Amit Shah)ના ખૂબ આભારી છે.

આજે જ્યારે હું કાશ્મીરની સ્થિતિ જોઉં છું ત્યારે મને સંતોષ થાય છે. આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાશ્મીર ગાઝા નથી.”

તેમણે આગળ કહ્યું કે, “ખીણમાં હિંસા રોકવા માટે વ્યાપક પરિવર્તનની જરૂર હતી. પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે આ કરી બતાવ્યું છે.”

શેહલા રશીદે વધુમાં કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે કાશ્મીર સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને આ ઉકેલ લોહિયાળ કે હિંસક નહોતો.

તમને જણાવી દઈએ કે શેહલા રશીદ જમ્મુ અને કાશ્મીર (J&K)ના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના નિર્ણયને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારની કટ્ટર ટીકા કરતી રહી છે, પરંતુ તાજેતરમાં જ જેએનયુની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા છે.

આ પણ વાંચો: અભિનેત્રી Rashmika Mandannaનો ડીપ ફેક વીડિયો બનાવનારની બિહારમાંથી ધરપકડ

અગાઉ, આ વર્ષે 15 ઓગસ્ટના રોજ શેહલાએ એક ટ્વિટ (X)માં કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારના રેકોર્ડમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન સરકારે એક જ પ્રયાસમાં કાશ્મીરીઓની ઓળખની કટોકટીનો અંત લાવી દીધો છે.

શેહલા રશીદે ફેબ્રુઆરી 2016માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં “ભારત વિરોધી” સૂત્રોચ્ચાર કર્યા હોવાના આરોપોને પણ ફગાવી દીધા હતા. શેહલા રશીદે કહ્યું કે યુનિવર્સિટીમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા ન હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.