SBIની આ સ્કિમમાં મળે છે જોરદાર વ્યાજ, 31 ડિસેમ્બર પહેલા લઈ લો લાભ

ખબરી ગુજરાત બિઝનેસ

Amrit kalash FD Scheme : વર્ષ 2023 હવે પૂર્ણતાના આરે છે અને વર્ષ 2024ના સ્વાગતની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ડિસેમ્બર મહિનાની સાથે જ ઘણાં કામોની ડેડલાઇન પણ પૂર્ણ થઈ રહી છે. આ જરૂરી કાર્યોમાં રોકાણને લગતી કેટલીક યોજનાઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક યોજના એટલે એસબીઆઈની અમૃત કળશ યોજના, જેમાં 400 દિવસના રોકાણ પર જોરદાર વ્યાજ ઓફર કરવામાં આવ્યું છે. તેની ડેડલાઈન 31 ડિસેમ્બર 2023એ પૂર્ણ થઈ રહી છે.

આ પણ વાંચો : 25 December : દૈનિક રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશો તમારો દિવસ

PIC – Social Media

SBI Amrit Kalash યોજનાની ડેડલાઇન આ પહેલા ગત 15 ઓગસ્ટ 2023ના રોજ પૂર્ણ થઈ રહી હતી. પરંતું બેંક દ્વારા તેને વધારીને 32 ડિસેમ્બર કરવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં આ યોજનાની અંતિમ તારીખને વધારવાના વિષયમાં એસબીઆઈ તરફથી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. તેનો અર્થ એ છે કે આ વખતે FD Schemeમાં રોકાણ કરવા માટે માત્ર 7 દિવસનો જ સમય બાકી છે. આ SBIની સ્પેશિયલ એફડી સ્કિમ છે. જેમાં 400 દિવસ માટે રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મહત્વનું છે કે આ સ્કિમને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા આ વર્ષે 12 એપ્રિલ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેની ડેડલાઈન 23 જૂન 2023 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ, બેન્કે અંતિમ તારીખ પહેલા જ અમૃત કળશ યોજનામાં રોકાણ માટે ગ્રાહકોને 15 ઓગસ્ટ 2023 સુધીની તક આપી હતી. ત્યાર બાદ વધુ એકવાર આ યોજાનાની અંતિમ તારીખ વધારીને 31 ડિસેમ્બર 2023 કરી દેવામાં આવી હતી. જે હવે પૂર્ણ થવાની તૈયારી છે.

સિનિયર સિટિજન્સને 7.6 ટકા વ્યાજ

સામાન્ય રીતે એસબીઆઈની સ્પેશિય એફડી સ્કિમમાં ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળતું હોય છે. જ્યારે સિનિયર સિટિજન્સને બેન્ક દ્વારા 7.6 ટકાના દરે વ્યાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ યોજના પર મિચ્યોરિટી વ્યાજ, ટીડીએસ કાપીને ગ્રાહકોના ખાતામાં જમાં કરાવી દેવામાં આવે છે. ટીડીએસ ઇન્કમ ટેક્સના અધિનિયમ અંતર્ગત લાગુ દર પર લગાવામાં આવશે. અમૃત કળશ એફડીમાં રોકાણકાર 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ સ્કીમમાં સમય પહેલા રૂપિયા ઉપાડવાની સુવિધા પણ છે. એટલે કે તમે મેચ્ચોરિટી ડેટ પહેલા રૂપિયા ઉપાડી શકો છો. બેન્ક અનુસાર Amrit Kalash FDમાં રોકાણ કરવા માટે અલગથી પ્રોડક્ટ કોડની જરુર નથી. આમાં તમે યોનો બેન્કિંગ એપ (Yono Banking APP)નો ઉપયોગ કરી કરી શકો છો.

સરળતાથી ખાતુ ખોલાવી શકાય

Amrit kalash FD Scheme અંતર્ગત ખાતાધારક પોતાના વ્યાજને માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વર્ષના આધારે લઈ શકે છે. ટીડીએસ દ્વારા કાપવામાં આવેલું વ્યાજ ગ્રાહકોના ખાતમાં જમાં થઈ જાય છે. તમે આયકર (આઈટી) નિયમો અનુસાર ટેક્સ છૂટનો ઉપયોગ કરવા માટે ફોર્મ 15જી/15એચનો ઉપયોગ કરી શકો છો. સ્કીમ અંતર્ગત 19 વર્ષ અથવા વધુ ઉંમરના નાગરિકો પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે.

આ પણ વાંચો : Googleમાં 25 હજારથી વધુ લોકોની નોકરી જોખમમાં, વાંચો સમાચાર

એકાઉન્ટ ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, ઓળખના પુરાવા, ઉંમરનું ઓળખપત્ર, આવકનો પુરાવો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇજનો ફોટો અને ઈમેઇલ આઈડીની જરૂર પડશે. ઓફલાઇન અરજી કરવા માટે તમારે નજીકની SBI Branchમાં જવું પડશે.