નવા વર્ષે આ સેટેલાઇટ લોન્ચ કરી ISRO રચશે ઇતિહાસ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

ISRO XPoSat Mission: નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024ની તારીખ ઇસરો માટે ખૂબ જ ખાસ છે. 1 જાન્યુઆરીએ શ્રીહરિકોટમાં આવેલા સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી XPoSat સેટેલાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે. આ સેટેલાઇટ અવકાશમાં થનારા રેડિએશનનો અભ્યાસ કરશે.

આ પણ વાંચો : Kochi: વાઇસ એડમિરલ એમ.એ. હમ્પીહોલીએ છોડયો પદભાર

PIC – Social Media

ભારત નવા વર્ષની શરૂઆતમાં ફરી એકવાર નવો ઇતિહાસ રચશે. ચંદ્રયાન-3 અને આદિત્ય એલ 1 પછી ભારતીય અવકાશ સંગઠન (ISRO) સોમવારે 1 જાન્યુઆરીએ પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઇટ (XPoSat)ને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ લોન્ચિંગ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે જે બ્લેક હોલ જેવા ખગોળીય ઘટાનાઓના રહસ્યો પરથી પડદો હટાવશે. આ સેટેલાઇટને શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સવારે 9.10 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઈસરો માટે આ મિશન ખૂબ જ ખાસ છે. કેમ કે ઈસસો પહેલા દિવસે દુનિયાનું બીજુ અને દેશનું પ્રથમ એવું સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે કે જે પલ્સર, બ્લેક હોલ્સ, આકાશગંગા, રેડિએશન વગેરેનો અભ્યાસ કરશે, તેનું નામ એક્સ રે પોલરિમીટર સેટેલાઇટ (XPoSat) રાખવામાં આવ્યું છે.

વૈજ્ઞાનિકોએ વેંકટેશ્વર મંદિરમાં પૂજા કરી

આ ઉપગ્રહનું આયુષ્ય 5 વર્ષ છે. આ લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે સવારે 8.10 વાગ્યે શરૂ થઈ ગઈ છે. PSLV-C58ને કાલે સવારે 9:10 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ પ્રક્ષેપણ પીએસએલવી રોકેટ સિરિઝનું 60મું લોન્ચિંગ છે. 1 જાન્યુઆરીએ PSLV-C58 એક્સ રે પોલરિમીટર સેટેલાઇટ (XPoSat) મિશન અને 10 અન્ય પેલોડના લોન્ચ પહેલા, ઇસરોના વૈજ્ઞાનિકોએ તિરુપતિમાં ભગવાન વેકટેશ્વરની પૂજા કરી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લિઆઈ, નોન થર્મલ સુપરનોવા. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ – (POLIX) અને બીજું – (XSPECT).

પોલિક્સ શું છે?

પોલિક્સ આ સેટેલાઇટનું મુખ્ય પેલોડ છે. તેને રમન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરે મળીને બનાવ્યું છે. 126 કિલોગ્રામના આ યંત્ર અંતરિક્ષમાં સ્રોતોના મેગ્નેટિક ફિલ્ડ, રેડિએશન, ઇલેક્ટ્રોન્સ વગેરેનો અભ્યાસ કરશે. આ 8-30kEV રેન્જની એનર્જી બેન્ડની સ્ટડી કરશે. પોલિક્સ અવકાશમાં ઉપસ્થિત 50માંથી 40 સૌથી વધુ ચળકતી વસ્તુનો અભ્યાસ કરશે.