રણજી ટ્રોફી : બે યુવા બેટ્સમેનોએ રચ્ચો ઇતિહાસ

ખબરી ગુજરાત રમતગમત

Ranji Trophy : ક્રિકેટની રમતમાં આપણે ઘણા ચમત્કારો જોયા છે. પરંતુ આજે રણજી ટ્રોફીમાં (Ranji Trophy) જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. એક મેચમાં એક જ દિવસમાં 700 થી વધુ રન બન્યા. રનના આ ઢગલાનું કારણ બે બેટ્સમેન હતા જેમના નામ ક્રિકેટ વિશ્વમાં બિલકુલ નવા છે. આ બે બેટ્સમેન છે તન્મય અગ્રવાલ (Tanmay Agrawal) અને રાહુલ સિંહ, જેમણે પોતાની તોફાની બેટિંગથી રનનું તોફાન ઉભું કર્યું હતું. અરુણાચલ પ્રદેશ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં પહેલા જ દિવસે 32 સિક્સર ફટકારવામાં આવી.

આ પણ વાંચો : એક વોટ ગુજરાતને નામ… આ રીતે ગુજરાતના ટેબ્લોને આપો વોટ

PIC – Social Media

હૈદરાબાદની ટીમે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શાનદાર બોલિંગના કારણે હૈદરાબાદની ટીમે અરુણાચલ પ્રદેશને માત્ર 172 રનમાં આઉટ કરી દીધું હતું. ઓપનિંગ બેટ્સમેન તન્મય અગ્રવાલ અને રાહુલ સિંહ જવાબમાં આવ્યા હતા. બંને ખેલાડીઓ પહેલા બોલથી જ ભૂખ્યા સિંહની જેમ વિરોધી ટીમ પર ત્રાટક્યા હતા. પરિણામ એ આવ્યું કે ટીમે પ્રથમ 100 રન માત્ર 81 બોલમાં પૂરા કર્યા. આ પછી બંને બેટ્સમેને બોલરોને રીતસર હેરાન કરી મૂક્યા હતા. ટીમનો સ્કોર 61 બોલમાં 100થી 200 સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બંને બેટ્સમેનોએ આગામી 200 રન માત્ર 81 બોલમાં પૂરા કર્યા. તે જ સમયે, ટીમનો સ્કોર 400 થી 500 સુધી પહોંચવામાં માત્ર 40 બોલનો સમય લાગ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તન્મય અગ્રવાલે ત્રેવડી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ઓપનર તન્મય અગ્રવાલનું બેટ મેચના અંત સુધી અટક્યું ન હતું. આ યુવા ખેલાડીએ દિવસના અંત સુધીમાં ત્રેવડી સદી ફટકારી, તે પણ માત્ર 147 બોલમાં. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના માર્કો મારાઈસને પાછળ છોડ્યો છે. આ ખેલાડીએ 191 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. તન્મયે પોતાની ઇનિંગમાં 21 સિક્સર અને 33 ફોર ફટકારી હતી. બીજા છેડે રાહુલ સિંહ તેની બેવડી સદી ચૂકી ગયો. રાહુલે માત્ર 105 બોલમાં 185 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પહેલા દિવસે હૈદરાબાદની ટીમે બંને બેટ્સમેનોની તોફાની ઇનિંગ્સના કારણે દિવસના અંત સુધીમાં 529 રન બનાવ્યા હતા. તન્મય અગ્રવાલ હજુ 323 રન બનાવીને અણનમ છે. તે જ સમયે, વિરોધી ટીમ આ બેટ્સમેનની સામે ઘૂંટણિયે પડેલી જોવા મળી હતી.