સાત બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તાલીમ અપાશે

Rajkot: ટેલેન્ટ હન્ટ સ્પર્ધામાં રાજકોટની મુંજકા પ્રાથમિક શાળાના સાત વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ (Talent Hunt Competition) અંતર્ગત મુંજકા-2 પ્રાથમિક શાળા (Munjka Primary School)ના કુલ 11 વિદ્યાર્થીઓએ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં બેટરી ટેસ્ટ એટલે કે સિલેક્શન માટે શારિરીક પરીક્ષા આપી હતી. જેમાંથી 7 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં હવે આ 7 બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, જે તે ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તેઓને તાલીમ અપાશે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

જેમાં ટેસ્ટમાં 30 મીટર દોડ, 800 મીટર દોડ, રીલે દોડ ,મેડિસિન બોલ થ્રો, 800 ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં મુંજકા-2 પ્રાથમિક શાળાનો ધોરણ-8નો વિદ્યાર્થી રાઠવા જયદીપ અંડર 14 એજ ગૃપમાં 30 મીટર દોડ 3.97 સેકન્ડ અને 800 મીટર દોડ 2.52 સેકન્ડમાં પૂરી કરી રાજકોટમાં પ્રથમ આવેલ તેમજ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલેક્શન થયેલ છે. કુલ 11માંથી 7 બાળકોનું શાળાનું સિલેક્શન બઘી જ શાળામાંથી ટકાવારીની દૃષ્ટિએ શ્રેષ્ઠ રહ્યું.

સાત બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તાલીમ અપાશે
સાત બાળકોને નિ:શુલ્ક ટ્રાન્સપોર્ટેશન, ગ્રાઉન્ડની એન્ટ્રી તેમજ નેશનલ લેવલના કોચ દ્વારા તાલીમ અપાશે

ઉલ્લેખનીય છે કે આ બેટરી ટેસ્ટ રેસકોર્સ ખાતે આવેલ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં લેવામાં આવેલ હતો. તેમાં દરેક શાળાના બાળકોને 800 મીટર દોડ કરાવવામાં આવતી હતી .શ્રીમુજકા ૨ પ્રાથમિક શાળાના 11 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ 4 મિનિટની અંદર 800 મીટર દોડ પૂરી કરી હતી.

આ ઉપરાંત 30 મીટર દોડ ,મેડિસિન બોલ થ્રો ,રીલે દોડ વગેરે ટેસ્ટ લેવામાં આવી હતી.જેમાં શ્રી મુંજકા-2 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હતું.

ઉલ્લેખનીય છે કે બાળકોને મળેલા આ સફળતા પાછળ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આયોજનબધ તૈયારી કરી અને બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું પુસ્તકાલય

શાળાની નજીક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ એથ્લેટિક્સ ટ્રેક પર દરરોજ સવારે નિયમિત બાળકોને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. તેમજ બાળકોને રનીંગ કરવા માટે મદદ મળે તેઓ ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. દરેક બાળકને પ્રેક્ટિસ માટે શાળામાંથી ટીશર્ટ આપવામાં આવેલ હતા. તેમજ જરૂરિયાતમંદ બાળકોને રનિંગ શૂઝ પણ આપવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.