સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

Rajkot: સરકારી યોજનાના લાભો નાગરિકો સુધી પહોંચાડવા રાજકોટ કલેક્ટરની સુચના

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર (Collector Rajkot) પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આગામી 22 નવેમ્બરથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુચારૂ આયોજન કરવા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ (Government scheme)ની માહિતી છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો.

મહાનગરપાલિકા વિસ્તારમાં પણ આ યાત્રા અન્વયે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સંબંધિતોને પહોંચાડવા અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
સંસદસભ્ય રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો ડો. મહેન્દ્ર પાડલીયા, દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

ધારાસભ્ય દર્શિતાબેન શાહે રૂડા વિસ્તારના માર્ગો, રાજકોટ-અમદાવાદ હાઈવે, એઈમ્સ હોસ્પિટલ ખાતે બસ સ્ટેન્ડ, શહેરની વિવિધ સરકારી હોસ્પિટલ્સની વિવિધ કામગીરી વગેરે અંગે રજૂ કરેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરએ ઉપસ્થિતોને સુચના આપી હતી.

ધારાસભ્ય ડો. પાડલીયાએ ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં સિંચાઈનુ પાણી તાત્કાલિક છોડવા, ઉપલેટા નગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલ, ગટરના પાણીના યોગ્ય નિકાલ તથા ભીમોરાના ચેકડેમનું સત્વરે સમારકામ કરવા અંગે રજૂઆત કરી હતી. જેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરએ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટ ખાતે સ્થપાનારા ટેકનિકલ સેન્ટર માટે 30 એકર જમીન ફાળવવા બદલ કલેકટર પ્રભવ જોશીની સરાહના કરી હતી. અને ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના વિકાસ માટે આ સેન્ટર સીમાચિન્હરૂપ સાબિત થશે.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાના કેમ્પ શહેરી વિસ્તારોમાં યોજવા અંગે, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રો શરૂ કરવા અંગે, ગંભીર રોગો અંગેના નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવા અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ શહેરમાં લાગુ થઈ હથીયારબંધી

આ બેઠકમાં રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીઓ કે. જી. ચૌધરી, જે.એન. લીખીયા, રાજેશ આલ, સંદીપ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ ઠુંમર, ડી. સી. પી. ભાર્ગવ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેશ નાકિયા, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલના ડીન ડો. આર. એસ. ત્રિવેદી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એન. એમ. રાઠોડ, એક્ઝિક્યુટિવ એન્જિનીયર કે.એન.ઝાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, મહિલા અને બાળ વિકાસ અધિકાર અવનીબેન દવે, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણી, અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.