રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Rajkot: રાજકોટ શહેરમાં લાગુ થઈ હથીયારબંધી

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચરે રાજકોટ શહેર, ગ્રામ્ય અને પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 30/11/2023 સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા પુતળા બાળવા તથા ફાસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથીયાર રાખવા પર અથવા બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતોગાવા કે વાદ્યો વગાડવા પર ચાઇનીઝ ચપુઓ સાથે રાખવા તથા વેંચાણા કરવા ઉપર પ્રતિબંધ મૂકયો છે.

આ પણ વાંચો: World Cup 2023: ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને AMTS અને BRTS દ્વારા કરાઇ એકસ્ટ્રા બસની વ્યવસ્થા

પોલીસ કમિશનર રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.