સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો. 181 ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા 181 ટીમ

Rajkot: આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો જીવ બચાવતી 181 અભયમ ટીમ

ખબરી ગુજરાત ગુજરાત
સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો. 181 ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા 181 ટીમ

Dinesh Rathod, Gujarat, Khabri Media
Rajkot: સહાયતા કેન્દ્રના સંકલનથી આત્મહત્યા કરવા જતી મહિલાનો જીવ બચાવાયો હતો. 181 ટીમને એક વ્યક્તિએ ફોનમાં જણાવેલ કે એક મહિલા રડતા રડતા રેલવેના પાટા પર આત્મહત્યા કરવા જાય છે, આટલું જ સાંભળતા 181 ટીમના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ રીનાબેન બારૈયા થોડી જ મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

181 ટીમે પીડીતાબેનને આશ્વાસન આપી આત્મહત્યા કરવાનું કારણ જાણ્યું ત્યારે પીડીતાએ રડતા રડતા જણાવેલ કે મારા ઘરમાં રોજ-રોજ નાની-નાની બાબતોમાં ઝઘડા થાય છે. અને હું આ ઝઘડાથી કંટાળી ગઈ છું, હવે મને એક જ રસ્તો દેખાય છે ‘આત્મહત્યા. આથી 181 ટીમ તેમને સમજાવ્યુ કે નાના મોટા ઝગડા ક્યારેક પરિવારમાં થાય અને બધી જ સમસ્યાનું સમાધાન હોય જ આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. વગેરે વાતોથી પીડિતાનું કુશળ કાઉન્સિલિંગ કરાયું હતું. અને તેઓને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાયા હતા.

ત્યાર બાદ તેમના પરિવારનો સંપર્ક કરી પીડિતાના પતિનું પણ કાઉન્સિલિંગ કરી બન્ને પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરાયા હતા. ખુબ લાંબાગાળાના કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા પીડિતાને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેંન્દ્રમા લઇ જવામાં આવેલ હતા.

અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દક્ષાબેન ચાંદલિયા અને કૃપાબેંન જોષી દ્વારા બંને પતિ-પત્નીના લાંબા ગાળાના કાઉન્સિલિંગ થયા અને સુખદ સમાધાનકારી નિરાકરણ લાવેલ ત્યારબાદ સમયઅંતરે નિયમિત તેના ફોલો-અપ ટીમ દ્વારા લેવાય છે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શા માટે કરી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીની અપીલ

જે બાદ પીડિતાએ જણાવેલ કે હાલ તેઓનો સાંસારિક જીવન શાંતિથી રાજી ખુશીથી સારી રીતે ચાલે છે તેવું ઉમેર્યું હતું. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ અને મહિલા સહાયતા કેન્દ્રના સંકલનથી એક પરિવારને તૂટતા બચાવાયું અને મહિલા નવજીવન મળ્યું હતું.