PM Modi આજે શિક્ષણ ક્ષેત્ર આપશે મોટી ભેટ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

PM Modi Jammu Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુની મુલાકાતે છે. સાથે જ તેઓ આજે 3 IIMs, IITs, 20KVs, 13 નવોદય વિદ્યાલય ઉદ્ઘાટન પણ કરશે. પીએમઓ અનુસાર, કેટલીક મુખ્ય પરિયોજનાઓ સિવાય, શિક્ષણ ક્ષેત્રમાં આશરે 13,375 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો : 20 February : જાણો, આજનો ઈતિહાસ

PM Modi Jammu Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે જમ્મુના એમએ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ 30.5 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય, શિક્ષણ, રેલ, માર્ગ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત છે. તેઓ જમ્મુ-કાશ્મીરના 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ વિકસિત ભારત વિકસિત જમ્મુ (Viksit Jammu) કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરશે. વડાપ્રધાનની રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રેલી વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સમગ્ર દેશમાં શિક્ષણ અને કૌશલ્ય માળખાને અપગ્રેડ કરવા અને વિકસાવવા તરફના પગલાના ભાગરૂપે, વડાપ્રધાન રૂ. 13375 કરોડના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રને સમર્પિત આ પ્રોજેક્ટ્સમાં IIT જમ્મુ, ભિલાઈ અને તિરુપતિના, IIITDM કાંચીપુરમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્કીલ્સ (IIS) કાનપુર અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન દેશમાં ત્રણ નવા IIM – જમ્મુ, બોધગયા અને વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન દેશમાં નવોદય વિદ્યાલયો માટે પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ પણ કરશે. આ નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પ્રધાનમંત્રી AIIMS જમ્મુ તેમજ કાશ્મીર ખીણમાં રેલ વિદ્યુતીકરણ અને બનિહાલથી સંગલદાન સુધી 48 કિમીની રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે. તેમણે ફેબ્રુઆરી 2019માં એઈમ્સ જમ્મુનો શિલાન્યાસ કર્યો હતો.

કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે 224 ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

ખીણમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓને આવાસની સુવિધા પૂરી પાડવા માટે વડા પ્રધાન ગાંદરબલ અને કુપવાડામાં 224 ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે અનંતનાગ, કુલગામ, કુપવાડા, શોપિયાં અને પુલવામા જિલ્લામાં નવ સ્થળોએ 2816 ફ્લેટ ધરાવતા ટ્રાન્ઝિટ હાઉસિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પાંચ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે શિલાન્યાસ કરશે.