છેલાજી રે… મારી હાટું રાજકોટી પટોળા સોંઘા લાવજો

ખબરી ગુજરાત ગુજરાત લાઈફ સ્ટાઈલ

Jagdish, Khabri Gujarat, Rajkot :

Rajkoti Patola : છેલાજી રે… મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, આ ગીત લગભગ દરેક ગુજરાતીના મોઢે વસેલું છે. પાટણના પટોળા તેની કારીગરાઈ માટે માત્ર ગુજરાત જ નહિ પરંતું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. લોકો હજારો લાખો રૂપિયા ખર્ચીને પણ પટોળાની ખરીદી કરવા આવે છે. ત્યારે સમય અને પરિસ્થિતિ બદલાઈ છે. સરકારની ‘વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત રાજકોટના પટોળાને (Rajkoti Patola) પણ જી.આઈ.ડી.સી. ટેગ પ્રાપ્ત થતાં રાજકોટી ‘સિંગલ ઈકત વણાટ’ને વિશેષ દરજ્જો મળ્યો છે.

આ પણ વાંચો : જાણો ઇમારતીનું બીજું નામ સૌથી પહેલા ક્યાં બની હતી?

દેશ વિદેશમાં પટોળાથી ગુજરાતની ઓળખ છે તેમાં વધું એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી તો તમે સાંભળ્યું હતું કે છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિ બદલાઈ છે. રાજકોટના પટોડા સોંઘા (સસ્તા) ટકાઉ, ફેન્સી તથા ફેમસ બન્યાં છે.

ચાલુ વર્ષ ૭ ઓગસ્ટે હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે કેન્દ્ર સરકારની આ પહેલને રાજ્ય સરકારે વધાવી છે. રાજયના હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન હાથ ધર્યું હતું. ગુજરાતના દરેક જિલ્લાના હસ્તકલા હાથશાળમાં પરંપરાગત કળાના વારસાને જીવનદાન આપવા સરકારે જિલ્લાની વિશિષ્ટ કળાને ઓ.ડી.ઓ.પી. (વન ડિસ્ટ્રિક્ટ – વન પ્રોડક્ટ) જાહેર કરી હતી. રાજ્યના ઉત્પાદનોની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઊભી થાય તે હેતુથી આ યોજના સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

પટોળાની ખાસિયત વિશે ચંદ્રેશભાઇએ જણાવ્યું કે, “અમે સિંગલ ઈકત પટોળાના વણાટ માટે મલબારી રેશમનો ઉપયોગ કરીએ છીએ. આ પટોળામાં 2850, 3250 અને 3300 ઊભા તારની તાણી અને ૬૧ તારની આડી તારની લટ દ્વારા વણાટ કામ કરવામાં આવે છે. એક સાડી બનાવવામાં ૬૫૦ ગ્રામ જેટલું શુધ્ધ રેશમ વપરાય છે. તેમજ બે લોકોએ બેસીને સાથે કામ કરવું પડે છે. રાજકોટનું એક પટોળું બનાવવામાં ૧૫ દિવસ થી એક મહીનો જેટલો સમય લાગે છે.” સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા અમારી આ લુપ્ત થતી કળાને જીવંત રાખવા સરકાર દ્વારા અમને પ્રોત્સાહન અને મદદ મળી રહે છે, તેમ જણાવતાં ચંદ્રેશભાઇએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો : Junagadh: જૂનાગઢમાં યોજાશે અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોનું સ્પેસ પ્રદર્શન

રાજકોટના રાઠોડ બંધુઓ પટોળા સાડી ઉપરાંત પટોળા લહેંગા, દુપટ્ટા, પટોળા શાલ, પોટલી પર્સ, ક્લચ પર્સ, મોજડી તથા પુરુષો માટે પટોળા ટાઈ, નહેરુ જેકેટ (કોટિ)નું પણ વેચાણ થાય છે. ત્યારે રાજ્ય સરકારની ઓ.ડી.ઓ.પી. યોજના દ્વારા આ કળાને વધુ વેગ મળશે તેમજ હાલના તેના કારીગરોને ઉત્તમ વ્યાવસાયિક તકો પણ મળશે. આ યોજના દ્રારા કળા અને તેના કારીગરોને ઉજજવળ ભવિષ્ય મળી શકે તે માટે રાજ્ય સરકાર વિશિષ્ટ સહયોગ પ્રદાન કરી રહી છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.