OnePlusએ લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન, કિંમત માત્ર આટલી

ખબરી ગુજરાત બિઝનેસ

OnePlusએ પોતાનો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 50MPનો કેમેરો અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. જો કે, કંપનીએ OnePlus Nord N30 SEને ભારતમાં લોન્ચ કર્યો નથી. આ ડિવાઇસ માત્ર એક જ કોન્ફિગ્રેશન 4GB RAM + 128GB સ્ટોરેજમાં મળશે. આવો જાણીએ આ ફોનના ખાસ ફિચર્સ શું છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની કાર પર હુમલો, કોંગ્રસે કહ્યું સુરક્ષામાં મોટી ચૂક

PIC – Social Media

OnePlus Nord N30 SEને કંપનીએ લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ભારતમાં નહિ પણ UAEમાં લોન્ચ થયો છે. આ ફોનને OnePlus Nord N20 SEના સસ્કેસર તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. પાછલા વર્ઝનની સરખામણીએ OnePlus Nord N30 SEમાં ઘણાં અપગ્રેડ જોવા મળે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ડિવાસમાં MediaTek Dimensity 6020નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે 33Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં 50MPનું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવામાં આવ્યું છે.

OnePlus Nord N30 SEની કિંમત

કંપનીએ આ હેંડસેટને માત્ર એક જ કોન્ફિગ્રેશનમાં લોન્ચ કર્યો છે. ડિવાઈસ 4GB RAM + 128GB સ્ટોરેજ સાથે આવે છે. જેની કિંમત 599 AED (આશરે 13,600 રૂપિયા) છે. આ ફોન UAEમાં noon.com પરથી ખરીદી શકાશે.

આ મોડલને વનપ્લસની ગ્લોબલ વેબસાઈટ પર પણ લિસ્ટ કરવામાં આવ્યું છે. કંપનીએ તેને Satin Black અને Cyan Sparkle બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. ભારતમાં આ સ્માર્ટફોનના લોન્ચિંગને લઈ કોઈ જાણકારી સામે આવી નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

OnePlus Nord N30 SEમાં 6.72-inch ની Full HD+ LCD ડિસ્પ્લે મળે છે. સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6020 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4GB RAM અને 128GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. આ ફોન Android 13 પર બેઝ્ડ Oxygen OS 13.1 પર કામ કરે છે.