8 એપ્રિલે પૃથ્વી પર ફેલાય જશે અંધકાર, સર્જાશે અદ્ભુત નજારો

ખબરી ગુજરાત ધર્મ

વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલના રોજ જોવા મળશે. જો કે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહિ. ભારતીય સમય અનુસાર, સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાતે 9.12 વાગ્યે શરૂ થશે અને રાતે 1.20 વાગ્યે પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો હશે.

આ પણ વાંચો – કોબ્રા ઝેર કાંડમાં એલ્વિશ યાદવની મુશ્કેલી વધી

PIC – Social Media

8 એપ્રિલ, સોમવાર ચૈત્ર મહિનાની અમાસના દિવસે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ થશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે જેને ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર, સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ તે એક સામાન્ય ઘટના છે. પરંતુ જ્યોતિષ અનુસાર, તેનો પ્રભાવ સામાન્ય લોકોના જીવન પર પડે છે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં થશે. સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવે છે. જેથી સૂર્ય સંપૂર્ણ રીતે અથવા આંસિક રીતે ઢંકાઈ જાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સૂર્ય ગ્રહણ ક્યાં જોવા મળશે?

આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જ્યારે કેનેડા, મેક્સિકો, ઉત્તર અમેરિકા, કોસ્ટા રિકા, ક્યુબા, ડોમિનિકા, જમૈકા, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં, પશ્ચિમ યુરોપ, પેસિફિક, અટલાન્ટિકા અને આર્કટિકમાં ગ્રહણ જોવા મળશે.

શું ભારતના સુતક કાળ માન્ય ગણાશે?

આ ગ્રહણ ભારતમાં નહિ દેખાય. તેથી ભારતમાં સુતક કાળ માન્ય રહેશે નહિ. એટલે કે આ ગ્રહણનો દેશ દુનિયા પર ભૌતિક પ્રભાવ, આધ્યાત્મિક પ્રભાવ, સુતકનો પ્રભાવ કે કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રભાવ જોવા મળશે નહિ. આ ગ્રહણ દરમિયાન ભારતમાં રહેતા લોકો માટે સામાન્ય દિનચર્યા રહેશે. શાસ્ત્રો અનુસાર જ્યાં ગ્રહણ દેખાય છે ત્યાં જ તેનો પ્રભાવ પડે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

54 વર્ષ બાદ સર્જાશે સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ

આ વર્ષનું સૂર્ય ગ્રહણ ખૂબ જ ખાસ છે. 8 એપ્રિલને સર્જાનાર સૂર્ય ગ્રહણ ખૂબ જ લાંબુ સૂર્ય ગ્રહણ માનવામાં આવી રહ્યું છે. આ દિવસે સૂર્ય આશરે સાડા ચાર મિનિટ સુધી ઢંકાયેલો રહેશે. આવો સંયોગ 54 વર્ષ બાદ સર્જાઈ રહ્યો છે. જો કે, આ સૂર્ય ગ્રહણનું ભારત સાક્ષી નહિ બની શકે. આ પહેલા આ પ્રકારનું સૂર્ય ગ્રહણ વર્ષ 1970માં જોવા મળ્યું હતુ. ફરીવાર આ પ્રકારનું સૂર્ય ગ્રહણ 2078માં જોવા મળશે.