કોબ્રા ઝેર કાંડમાં એલ્વિશ યાદવની મુશ્કેલી વધી

ખબરી ગુજરાત મનોરંજન

સાપોના ઝેરની તસ્કરી અને રેવ પાર્ટી મામલે નોઇડા પોલીસે 1200 પેઇઝની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં નોઇડા પોલીસે કહ્યું છે કે એલ્વિશ યાદવ જેલમાં બંધ તમામ મદારીઓના સંપર્કમાં હતો.

આ પણ વાંચો – બાળકોને એકલા મુકતા પહેલા સાવધાન, બાળક ચોર ગેંગનો પર્દાફાશ

PIC – Social media

કોબ્રા કાંડમાં ફસાયા બાદ એલ્વિશ યાદવને જેલમાં જવુ પડ્યું હતુ. જો કે તે જેલમુક્ત તો થયો પરંતુ તેની મુશ્કેલીનો અંત આવ્યો નથી. સાપોના ઝેરની તસ્કરી અને રેવ પાર્ટી મામલે હવે નોઇડા પોલીસે 1200 પેઇઝની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત 8 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સાપ અને સાપના ઝેરની તસ્કરીને લઈ રેવ પાર્ટીના આયોજન સહિત તમામ આરોપોના પુરાવા આ ચાર્જશીટમાં છે. એલ્વિશ યાદવ સહિત અન્ય વિરુદ્ધ 24 સાક્ષીઓના નિવેદનો દાખલ કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં નોઇડા પોલીસે કહ્યુ કે એલ્વિશ યાદવ જેલમાં બંધ તમામ મદારીઓના સંપર્કમાં હતો. આરોપી સાપોની લે-વેચના કાળા કારોબારમાં સામેલ હતો.

એલ્વિશ યાદવને કોબ્રા કાંડ કેસમાં 17 માર્ચના રોજ નોઇડા પોલીસે ધરપકડ કરી હતી. તેના પર રેવ પાર્ટીમાં સાપ અને સાપના ઝેરની સપ્લાયનો આરોપ હતો. એટલુ જ નહિ, એલ્વિશ પર ડ્રગ્સ ફાઇનેન્સ કરવાનો પણ આરોપ છે. નોઇડા પોલીસે એલ્વિશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. આદેશ અનુસાર તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જણાવાઈ રહ્યું છે કે પોલીસ સાથે પૂછપરછમાં એલ્વિશે કબુલ્યુ હતુ કે તે સાપના ઝેરની સપ્લાઇ કરતો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

5 દિવસ જેલમાં રહ્યાં બાદ 22 માર્ચે એલ્વિશ યાદવને જામીન મળ્યા હતા. કોર્ટે એલ્વિશ યાદવને 50-50 હાજરના બેલ બોન્ડ પર જામીન આપ્યા હતા. જો કે તેને વધુ એક રાત જેલમાં કાઢવી પડી હતી. 6 દિવસ લુક્સર જેલમાં રહ્યાં બાદ નોઇડા પોલીસે એલ્વિશ યાદવને ગુરુગ્રામ પોલીસને સોંપ્યો હતો. અહીં યુટ્યુબર સાગર ઠાકુર સાથે લડાઈ મામલે તેનું નિવેદન લેવામાં આવ્યું હતુ.