હવે હુમલાખોરોની ખેર નહિ, ભારતીય નૌકાદળે લીધો મોટો નિર્ણય

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Indian Navy Big Decision : અરબ સાગરમાં એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા (Drone attacks) બાદ ભારતીય નૌકાદળ એક્સનમાં આવ્યું છે. ભારતીય નૌકાદળ (Indian Navy) અને ભારતીય તટરક્ષક દળ દ્વારા જહાજની મદદ માટે યુદ્ધ જહાજો તહેનાત કર્યાં છે. જણાવી દઈએ કે સાઉદી અરબના અલ જુબેલ બંદરથી ન્યુ મેંગલોર બંદર સુધી ઓઇલ લઈને જઈ રહેલા જહાજ એમવી કેમ પ્લૂટો પર શનિવારે ડ્રોન હુમલો થયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ પણ વાંચો : 26 December : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

ભારતના પશ્ચિમ કિનારે કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા (Drone attacks)ની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળે (Indian Navy) સોમવારે જહાજ એમવી કેમ પ્લૂટો મુંબઈ બંદરે પહોંચ્યા પછી તેનું પ્રાથમિક નિરિક્ષણ કરવામાં આવ્યું હતુ. નૌકાદળે કહ્યું કે આ હુમલો કઈ જગ્યાએથી થયો અને તેના માટે કેટલા વિસ્ફોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ફોરેન્સિક તપાસ બાદ જ ખ્યાલ આવશે. જ્યારે ઈન્ડિયન નેવીએ અરબ સાગરમાં વેપારી જહાજોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. ત્યાં 3 યુદ્ધ જહાજ તહેનાત કરવામાં આવ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અગાઉ, ભારતીય નૌકાદળ (Indian Navy)ની વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે મુંબઈમાં આગમન પર લાઇબેરિયન ધ્વજવાળા વેપારી જહાજનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે બે દિવસ પહેલા જહાજ ન્યુ મેંગલોર બંદર તરફ જઈ રહ્યું હતુ તે દરમિયાન એક ડ્રોન હુમલો થયો હતો. પેન્ટાગોનના એક પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતુ કે એમવી કેમ પ્લૂટો પર ઈરાનથી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

અરબ સાગરમાં વેપારી જહાજો પર વધતા હુમલાઓને ધ્યાને લઈ ભારતીય નૌકાદળ એક્શન મોડમાં આવ્યું છે. ત્યાં પોતાની પ્રતિરોધક ઉપસ્થિતિ માટે યુદ્ધ જહાજનું આઇએનએસ મોર્મુગાઓ, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ કોલકાતાને તહેનાત કર્યાં છે. લાંબા અંતર માટે દરિયાઇ ટોહી વિમાન પી8આઈને પણ કામે લગાવ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જણાવી દઈએ કે ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સાગર અને અદનની ખાડીમાં ઇરાન સમર્થિત હોથી આતંકવાદી કથિત રીતે અલગ અલગ વેપારી જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. શનિવારે પોરબંદરથી આશરે 217 નોટિકલ માઇલના અંતરે 21 ભારતીય અને એક વિયતનામી ચાલક દળના સભ્યોવાળા વેપારી જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યે મુંબઈના કિનારે પહોંચ્યું હતુ. મુંબઈના માર્ગ પર ભારતીય તટરક્ષક જહાજ આઈસીજીએસ વિક્રમે તેને સુરક્ષા આપી હતી.

નેવીના એક પ્રવક્તાએ કહ્યું કે, જહાજના આગમન પર, ભારતીય નૌકાદળની વિસ્ફોટક વિરોધી ઓર્ડનન્સ ટીમે હુમલાના પ્રકારનું પ્રાથમિક મૂલ્યાંકન કરવા માટે જહાજનું નિરીક્ષણ કર્યું. હુમલાના વિસ્તારની તપાસ અને જહાજ પર મળેલા કાટમાળથી સંકેત મળે છે કે તે ડ્રોન હુમલો હતો. જો કે, હુમલાના સ્ત્રોતને સ્થાપિત કરવા માટે વધુ ફોરેન્સિક અને તકનીકી વિશ્લેષણની જરૂર પડશે, જેમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોના પ્રકાર અને જથ્થાનો સમાવેશ કરવામાં આવશે.